<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

ટાકેડાની કયુડેન્‍ગ ભારતમાં મંજૂરી મેળવનારી ડેન્‍ગ્‍યુની પ્રથમ વેક્‍સિન બની

કયુડેન્‍ગાને હવે ભારત સહિત ૪૩ દેશોમાં માન્‍યતા મળી છેઃ વિશ્વભરમાં ૩૨ મિલિયનથી વધુ ડોઝનું વિતરણ કરાયુ

રાજકોટ તા. ૨૧ : ટાકેડા બાયોફાર્માસ્‍યુટિકલ્‍સ ઇન્‍ડિયા પ્રાઇવેટ લિમિટેડે આજે જાહેરાત કરતાં જણાવ્‍યું હતું કે, ડ્રગ કન્‍ટ્રોલર જનરલ ઓફ ઈન્‍ડિયા (ડીસીજીઆઈ)એ ૪ થી ૬૦ વર્ષની વયના વ્‍યક્‍તિઓમાં ડેન્‍ગ્‍યુ રોગના નિવારણ માટેની તેની ડેન્‍ગ્‍યુ રસી કયુડેન્‍ગાના માર્કેટ ઓથોરાઇઝેશન (સીટી-૨૦, ન્‍યુ ડ્રગ્‍સ એન્‍ડ ક્‍લિનિકલ ટ્રાયલ્‍સ (એડીસીટી) રૂલ્‍સ, ૨૦૧૯)ની મંજૂરી આપી છે. કયુડેન્‍ગા ભારતમાં મંજૂર થયેલી પ્રથમ ડેન્‍ગ્‍યુ રસી છે. આ રસી પ્રી-વેક્‍સિનેશન ટેસ્‍ટિંગની જરૂરિયાત વિના, ભૂતકાળમાં ડેન્‍ગ્‍યુ થયો હતો કે નહીં તેને ધ્‍યાનમાં લીધા વગર આપી શકાય છે. ૨૦૨૫માં ભારતમાં નોંધાયેલા કેસોની સંખ્‍યા ૧૧૩,૦૦૦ ને વટાવી ગઈ હતી, પરંતુ મોડેલિંગ વિશ્‍લેષણ સૂચવે છે કે ભારતમાં ડેન્‍ગ્‍યુનો વાસ્‍તવિક બોજ નોંધાયેલા કેસ કરતાં ઘણો વધારે છે, જે સંભવતઃ દર વર્ષે કરોડો સંક્રમણો હોવાનું સૂચવે છે. ઈન્‍ટરકોન્‍ટિનેન્‍ટલ માર્કેટ્‍સના અધ્‍યક્ષ ડો. મહેન્‍દર નાયકે જણાવ્‍યું હતું કે, જાહેર આરોગ્‍ય માટે ડેન્‍ગ્‍યુ એક ગંભીર પડકાર બની રહ્યો છે, જેને પહોંચી વળવા ભારતને લાંબા ગાળાના અને વૈજ્ઞાનિક આધાર ધરાવતા નિવારક પગલાંની જરૂર છે. કયુડેન્‍ગા માટેના તાજેતરના સાતવર્ષના ડેટા ડેન્‍ગ્‍યુના ચારેય સિરોટાઇપ્‍સ સામે સંક્રમણ અને હોસ્‍પિટલમાં દાખલ થવા સામે લાંબા સમય સુધી રક્ષણ આપે છે; જે સમુદાયો અને આરોગ્‍ય -ણાલીઓ માટે એક મહત્‍વપૂર્ણ સિદ્ધિ છે. ૨૦૨૨ માં તેનું લોન્‍ચિંગ થયું ત્‍યારથી અત્‍યાર સુધીમાં કયુડેન્‍ગાને ૪૩ દેશોમાં મંજૂરી આપવામાં આવી છે, અને વિશ્વભરમાં ૩૨ મિલિયનથી વધુ ડોઝનું વિતરણ કરવામાં આવ્‍યું છે.

 દક્ષિણ-પૂર્વ એશિયા અને ઈન્‍ડિયા ક્‍લસ્‍ટરના જનરલ મેનેજર પીટર સ્‍ટ્રેઇબલે જણાવ્‍યું હતું કે, ડેન્‍ગ્‍યુ એ એક પ્રાદેશિક સમસ્‍યા છે, જેને ઉકેલવા માટે વિવિધ દેશો અને ક્ષેત્રો વચ્‍ચે પરસ્‍પર સહયોગ જરૂરી છે. ટાકેડા દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં સરકારો, જાહેર આરોગ્‍ય અધિકારીઓ, હેલ્‍થકેર પ્રોફેશનલ્‍સ અને ભાગીદારો સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. દક્ષિણ-પૂર્વ એશિયા અને ઈન્‍ડિયા ક્‍લસ્‍ટરના મેડિકલ અફેર્સના વડા ડો. ગોહ ચૂ બેંગે જણાવ્‍યું હતું કે, ભારતમાં ડેન્‍ગ્‍યુનો વ્‍યાપ ચિંતાજનક છે, અને અહીં દેશના ઘણાં વિસ્‍તારોમાં ડેન્‍ગ્‍યુ વાયરસના ચારેય સિરોટાઇપ્‍સ એકસાથે ફેલાતાં હોવાનું સામે આવ્‍યું છે

(2:22 PM IST)