તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
તમિલનાડુઃ એકસાથે ૧૭ કેદીઓ ભાગી છૂટતાં પોલીસ બેડામાં ભારે દોડધામ
અડધી રાત્રે જેલમાં મોટો કાંડ! જેલ બ્રેકની ઘટના સામે આવીઃ પોલીસે ૧ કેદીને પકડી પાડ્યો

ચેન્નાઈ,તા.૨૭: તમિલનાડુના કાયદો અને વ્યવસ્થા તંત્રને હચમચાવી દેનારી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામે આવેલી તાજી માહિતી મુજબ થેની જિલ્લાની સબ-જેલમાંથી સોમવારે મોડી રાત્રે એકસાથે ૧૭ કેદીઓ ફરાર થઈ જતાં સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ સુરક્ષા દળો હરકતમાં આવ્યા હતા અને મોડી રાત્રે નાકાબંધી કરીને ૧ કેદીને ફરી પકડી પાડવામાં સફળતા મેળવી છે, જ્યારે બાકીના ૧૬ કેદીઓની શોધખોળ માટે વ્યાપક કોમ્બિંગ હાથ ધરાયું છે.
તમિલનાડુના થેની જિલ્લા સ્થિત સબ-જેલમાં સોમવારે મોડી રાત્રે સુરક્ષા વ્યવસ્થાને ભેદીને ૧૭ જેટલા કાચા-પાકા કામના કેદીઓ ફરાર થઈ ગયા હતા. એકસાથે આટલી મોટી સંખ્યામાં કેદીઓ ભાગી છૂટવાની ઘટનાથી સ્થાનિક વહીવટી તંત્ર અને જેલ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે.
આ કેદીઓ જેલમાંથી કઈ રીતે બહાર નીકળ્યા અને તેઓ કઈ દિશામાં ભાગ્યા છે તે અંગેની ચોક્કસ કડીઓ મેળવવા ફોરેન્સિક ટીમ અને ટેકનિકલ સેલની મદદ લેવામાં આવી રહી છે. પ્રારંભિક તબક્કે જેલના રક્ષકોની બેદરકારી કે કોઈ આયોજનબદ્ધ ષડયંત્ર હોવાની શકયતા તપાસવામાં આવી રહી છે.
ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તુરંત જ દક્ષિણ ક્ષેત્રના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મોરચો સંભાળી લીધો હતો
ભાગી છૂટેલા ૧૭ કેદીઓમાંથી ૧ કેદીને પોલીસે રાઉન્ડ-ધ-કલોક ઓપરેશન ચલાવીને મોડી રાત્રે જ ઝડપી પાડ્યો હતો.
બાકી રહેલા ૧૬ કેદીઓ હજુ પણ પોલીસ પકડથી બહાર હોવાથી સમગ્ર વિસ્તારમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ભાગેલા કેદીઓ આસપાસના ગ્રામ્ય વિસ્તારો કે જંગલ તરફ છુપાયા હોવાની આશંકાને પગલે ખાસ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
ડિડીગુલ જિલ્લામાં ૧૬ ચેકપોસ્ટ બનાવી વાહનોની સઘન તપાસ થેની જિલ્લાની સરહદોને અડીને આવેલા પડોશી ડિડીગુલ જિલ્લામાં તકેદારીના ભાગરૃપે તાત્કાલિક સુરક્ષા કવચ મજબૂત કરી દેવામાં આવ્યું છેૅં
ડિડીગુલના પોલીસ અધિક્ષક (SP) એસ. જયકુમારે જણાવ્યું કે થેની જેલમાંથી કેદીઓ ભાગ્યા બાદ જિલ્લામાં વ્યૂહાત્મક રીતે ૧૬ મહત્વના સ્થળો પર સ્પેશિયલ ચેકપોસ્ટ સ્થાપિત કરવામાં આવી છે.
હાઇવે અને આંતરિક માર્ગો પરથી પસાર થતી તમામ ખાનગી બસો, ટ્રકો, કાર અને ટુ-વ્હીલર સહિતના વાહનોનું સઘન ચેકિગ કરવામાં આવી રહ્યું છે.
ચેકપોસ્ટ પર તહેનાત જવાનોને દરેક શંકાસ્પદ વ્યકિતની આઇડેન્ટિટી ચકાસવા અને સતર્ક રહેવા કડક આદેશ અપાયા છે.
આઈજીપી વિજયેન્દ્ર બિદારી અને એસપી એસ. જયકુમારનું સંયુકત ઓપરેશન કેદીઓને ગમે તે ભોગે ઝડપી પાડવા માટે ઉચ્ચ કક્ષાનું મોનિટરિગ શરૃ કરવામાં આવ્યું છેૅં
દક્ષિણ ક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજયેન્દ્ર બિદારીએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે ફરાર કેદીઓની ધરપકડ માટે ૧૭ ખાસ તપાસ ટીમો (Special Teams) ની રચના કરવામાં આવી છે.
આ ટીમો શંકાસ્પદ અડ્ડાઓ, કેદીઓના સંભવિત સંપર્કો અને સરહદી વિસ્તારોમાં દરોડા પાડી રહી છે.
જિલ્લા પોલીસ અને ગુપ્તચર વિભાગ સંયુકત રીતે વાહન ચેકિગ અને સીસીટીવી ફૂટેજ ચકાસણીની કામગીરી સંભાળી રહ્યા છે.
જેલ સુરક્ષા વ્યવસ્થામાં ક્ષતિ અને વહીવટી તપાસના આદેશ
સબ-જેલ જેવી કડક સુરક્ષા ધરાવતી જગ્યાએથી ૧૭ કેદીઓનું એકસાથે ફરાર થવું એ જેલ મેનેજમેન્ટ માટે ગંભીર સુરક્ષા ખામી દર્શાવે છે. જેલ પ્રશાસને સમગ્ર મામલે ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે. ડ્યુટી પર હાજર સુરક્ષાકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી ખ્યાલ આવી શકે કે સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન કયાં થયું હતું.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
