News of Thursday, 28th May 2026
તનૈરાએ ‘ઇનાયા' મોર્ડન સાડી કલેક્શન રજૂ કર્યું
રૂ. ૩,૪૯૯થી શરૂ થતી હળવા વજનની સાડીઓની આકર્ષક શ્રેણી

જેમ જેમ ઉજવણીઓની શૈલી વધુ આત્મીય, અભિવ્યક્ત અને ફેશન પ્રત્યે સભાન પળોમાં બદલાઈ રહી છે ત્યારે ટાટાની પ્રોડક્ટ‘તનૈરા' એ ‘ઇનાયા' નામનું એક મોર્ડન સાડી કલેક્શન રજૂ કર્યું છે. આ કલેક્શન એવી આધુનિક ભારતીય મહિલાઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેઓ સહજ, વૈવિધ્યસભર અને ઉત્સવના વાતાવરણને અનુરૂપ ભવ્યતા ઈચ્છે છે.
રૂ. ૩,૪૯૯ની પ્રારંભિક કિંમત સાથે, આ કલેક્શન ખાસ પ્રસંગોની ફેશનમાં પ્રવેશવા માટે એક આકર્ષક તક પૂરી પાડે છે, જેમાં ઉચ્ચ કક્ષાની ડિઝાઇન, સમકાલીન આકર્ષણ અને વ્યક્તિગત આત્મવિશ્વાસનું સુંદર મિશ્રણ છે.મુખ્યત્વે નવા યુગના હળવા અને મુલાયમ કાપડમાંથી તૈયાર કરાયેલું ‘ઇનાયા' કલેક્શન, આરામ અને ભવ્ય દેખાવ વચ્ચે અદભુત સંતુલન જાળવી રાખે છે.
આ લોન્ચિંગ પ્રસંગે બોલતા તનૈરાના CSMO સોમપ્રભ કુમાર સિંઘેજણાવ્યું હતું કે, પ્રસંગોપાત પહેરાતા વષાો અમારા બ્રાન્ડનો એક મહત્વપૂર્ણ હિસ્સો રહ્યો છે, જે અમારા કુલ વેચાણમાં અંદાજે ૬૦થી ૭૦ ટકાનો ફાળો આપે છે. આજે, મહિલાઓ ઉત્સવોના પોશાકને વધુ અભિવ્યક્ત અને વ્યક્તિગત દ્રષ્ટિકોણથી જુએ છે. તેઓ ઈચ્છે છે કે દરેક ઉજવણી તેમના વ્યક્તિત્વના એક અલગ પાસાને પ્રતિબિંબિત કરે. ‘નેવર લુક ધ સેમ' (કયારેય એક સરખા ન દેખાઓ)ના વિચાર પર આધારિત ‘ઇનાયા' ને આ બદલાતી માનસિકતાને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં એવી સમકાલીન સાડીઓ છે જે વૈવિધ્યસભર, અભિવ્યક્ત અને સહજ રીતે ભવ્ય લાગે છે.
આ ઉનાળાની લગ્નની સિઝનમાં તનૈરાના ઓકેઝન વેર પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવતા ‘ધ વેલી ઓફ ફ્લાવર્સ' અને ‘રાસ'કલેક્શન્સ છે, જેમાં કલા, સંસ્કળતિ અને સમકાલીન ડિઝાઇન પર આધારિત ઉત્સવોના પોશાકની આગવી શૈલી જોવા મળે છે. ‘ધ વેલી ઓફ ફ્લાવર્સ' કલેક્શન ખીલેલા પર્વતીય લેન્ડસ્કેપ્સ અને જટિલ ફ્લોરલ આર્ટવર્કમાંથી પ્રેરણા લે છે, જે રોમાંસ, રંગ અને તેજને લગ્ન અને ઉત્સવોની ઉજવણી માટે બનાવેલી ભવ્ય સાડીઓમાં પરિવર્તિત કરે છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
