News of Wednesday, 9th September 2026
એફીલ ટાવરની એ મૂલાકાત સંકલન કરીને ગોઠવાઇ હતી, કોઇ ભેદભાવ વગર સૌહાર્દની વાત હતી
છતાય કોઇને અડચણ ઉભી થઇ હોય તો દિલગીરી વ્યકત કરીએ છીએઃ BAPS સંસ્થા

રાજકોટ, તા.૯: બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા, પ્રતિનિધિમંડળની મુલાકાત સંદર્ભે એફિલ ટાવરના સ્ટાફ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ અને ત્યારબાદ મીડિયામાં આવેલા અહેવાલો અંગે સ્પષ્ટતા કરતા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની યાદીમાં જણાવાયુ છે કે, અમારા પ્રતિનિધિમંડળમાં લગભગ ૧૦૦ સભ્યો સામેલ હતા. જૂથના આ વિશાળ કદને ધ્યાનમાં રાખીને, આ મુલાકાત એફિલ ટાવરની મેનેજમેન્ટ ટીમ સાથે અગાઉથી સંકલન કરીને આયોજિત કરવામાં આવી હતી. સ્ટાફ, અન્ય મુલાકાતીઓ અને સ્થળની દૈનિક કામગીરીમાં ઓછામાં ઓછી અડચણ આવે તે હેતુથી જ આ મુલાકાત સામાન્ય કામકાજના કલાકોની શરૂઆતમાં નિર્ધારિત કરવામાં આવી હતી.
આ સંકલન એફિલ ટાવરની કામગીરી અને વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને તથા એફિલ ટાવરના કર્મચારીઓ કે જનતાને અસુવિધા પહોંચાડ્યા વિના આટલા મોટા જૂથની મુલાકાત સરળતાથી સંપન્ન થાય તે હેતુથી કરવામાં આવ્યું હતું.
કોઈપણ તબક્કે, કોઈ જાતિ આધારિત વિનંતી કરવાનો સંસ્થાનો કોઈ આશય નહોતો, અને તેનાથી વિપરીત કરવામાં આવેલો કોઈપણ દાવો આ સંસ્થા કે આ પ્રતિનિધિ મંડળના મૂલ્યો અને ભાવનાને પ્રતિબિંબિત કરતો નથી. બીએપીએસ જાતિ, પળષ્ઠભૂમિ કે માન્યતાના ભેદભાવ વિના સમાનતા, પરસ્પર આદર અને સર્વની સેવાના સિદ્ધાંતો માટે દ્રઢપણે પ્રતિબદ્ધ છે. મુલાકાત દરમિયાન કોઈપણ મુલાકાતી કે સ્ટાફના સભ્યને સ્મારકમાં -વેશતા અટકાવવામાં આવ્યા નહોતા. તેમ છતાં, એફિલ ટાવરના કર્મચારીઓ દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતાઓને ગંભીરતાથી લઈ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ યાદીના અંતમાં દિલગીરી વ્યક્ત કરેલ છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
