<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

આ ફેમિલી ખાસ બ્રિટનથી મુંબઈ આવી છે નોરતાં માટે

ગરબાપ્રેમની ચરમસીમા જુઓ : નિયમ પ્રમાણે સ્‍ટુડન્‍ટ સ્‍કૂલમાં વધુ રજા લે તો પાઉન્‍ડમાં પેનલ્‍ટી ચૂકવવી પડે છે અને એ છતાં પેનલ્‍ટી ચૂકવીને પોતાના દીકરા અને હસબન્‍ડ સાથે ગરબા રમવા આવ્‍યાં છે કામિની ઠક્કર મહેતા

મુંબઈ,તા.૧૯: ગરબા માટે લોકોનો ક્રેઝ કેવો છે એ તો આપણે રોજેરોજ જોઈ રહ્યા છીએ. ભારતની બહાર પણ ગરબાના ક્રેઝના ક્રેઝી કરી મૂકે એવા કિસ્‍સા સાંભળવા મળી રહ્યા છે. મૂળ મુંબઈનાં પરંતુ વ્‍યવસાય અર્થે બ્રિટનના બ્રિસ્‍ટલમાં સ્‍થાયી થયેલાં કામિની ઠક્કર મહેતા અને તેમની ફેમિલી ખાસ નવરાત્રિ અટેન્‍ડ કરવા માટે મુંબઈ આવ્‍યાં છે. એટલું જ નહીં, તેમનો દીકરો ત્‍યાંની સ્‍કૂલમાં ભણે છે અને ત્‍યાંની સ્‍કૂલોના નિયમ પ્રમાણે બાળક વધુ રજા લે તો તેણે પાઉન્‍ડમાં પેનલ્‍ટી ભરવી પડે છે એમ છતાં તેઓ પેનલ્‍ટી ચૂકવીને નવરાત્રિ માટે મુંબઈ આવ્‍યાં છે.

 ગરબે ઘૂમવા માટે અમે અમારાં ચણિયાચોળી અને અન્‍ય આભૂષણો પણ મુંબઈમાં જ તૈયાર કરાવ્‍યાં છે જેને બનાવવાનો ઑર્ડર અમે એક મહિના પહેલાં જ મુંબઈમાં આપી દીધો હતો. એટલે અમે અહીં આવ્‍યાં ત્‍યારે અમારી બધી વસ્‍તુ રેડી હતી.કામિની ઠક્કર મહેતા

(10:21 AM IST)