<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

ફ્રિજ વિના પંખાની મદદથી એક જ કલાકમાં આઇસક્રીમ બનાવી દીધો આ કન્‍યાએ

બહેનના દાવા મુજબ થોડા જ કલાકોમાં બરણીમાં આઇસક્રીમ બનીને તૈયાર હતો

નવી દિલ્‍હી,તા.૨૫: ગરમીમાં આઇસક્રીમ અને કુલ્‍ફીની મજા કોને ન ગમે? પણ જો ઘરમાં ફ્રિજ ન હોય અને આઇસક્રીમ બનાવવો હોય તો શું કરવું? સોશ્‍યલ મીડિયા પર એક યુવતીએ મજાનો જુગાડ શેર કર્યો છે. પહેલાંના જમાનામાં ફ્રિજને બદલે કોઠીમાં ગોળ-ગોળ ફેરવીને આઇસક્રીમ જમાવવામાં આવતો હતો. આ જ ટેક્રિકનો ઉપયોગ જરાક સ્‍માર્ટ રીતે આ યુવતીએ કર્યો છે. તેણે શેર કરેલા વિડિયોમાં પહેલાં યુવતી દૂધમાં કસ્‍ટર્ડ પાઉડર નાખીને દૂધ ઉકાળીને એને કઢિયલ બનાવે છે અને પછી તપેલું પાણીમાં મૂકીને દૂધ ઠંડું પાડે છે. એ પછી કોઠીને બદલે દૂધને એક બરણીમાં ભરવામાં આવે છે અને એના પર ઢાંકણું પણ બંધ કરી દે છે. કોઠીમાં આઇસક્રીમ બનાવવા માટે બેથી ત્રણ કલાક સુધી એને ગોળ-ગોળ ચર્ન કરવો પડે છે. આ બહેને બરણીને દોરીથી પંખા સાથે બાંધી દીધી હતી અને બરણીની ફરતે ટબમાં બરફના ટુકડા ભર્યા હતા. એ પછી પંખો ચાલુ કરી દેતાં દૂધની બરણી બરફની વચ્‍ચે આપમેળે ગોળ-ગોળ ફરવા લાગી અને એ પણ એકધારી ગતિએ. જે કામ કોઠીમાં આપણે હાથેથી મહેનત કરીને કરીએ એ પંખાએ વધુ સારી રીતે અને વધુ ઝડપથી કરી નાખ્‍યું. બહેનના દાવા મુજબ થોડા જ કલાકોમાં બરણીમાં આઇસક્રીમ બનીને તૈયાર હતો. વિડિયોમાં પણ મસ્‍ત આઇસક્રીમ જોવા મળે છે. 

 

(10:07 AM IST)