હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આ મહારાષ્ટ્ર છે, યુપી-બિહાર નહીં, ઘર તોડતા પહેલા સો વાર વિચારજો!
બુલડોઝર એક્શન પર હાઈકોર્ટ લાલચોળ

ઔરંગાબાદ, તા.૧૯: મહારાષ્ટ્રમાં બુલડોઝર સંસ્કળતિના વધતા ક્રેઝ વચ્ચે બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનને બરાબરની ઝાટકી નાખી છે. AIMIM ના નેતાઓની મિલકતો પર ચલાવવામાં આવેલા બુલડોઝર મામલે કોર્ટે સખ્ત લહેજામાં કહ્યું કે, ઘર બનાવવું એ કોઈ સામાન્ય વાત નથી અને સત્તાના જોરે કોઈના પરિવારને રાતોરાત બેઘર કરી દેવાની મનસ્વીતા મહારાષ્ટ્રમાં ચલાવી લેવામાં આવશે નહીં.
જસ્ટિસ સિદ્ધેશ્વર ટી. ની બેન્ચે છત્રપતિ સંભાજીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યશૈલી પર સવાલો ઉઠાવતા જણાવ્યું કે, સુ-ીમ કોર્ટે નક્કી કરેલા ૧૫ દિવસના નોટિસ પિરિયડનું પાલન કર્યા વગર કરવામાં આવેલી આ કાર્યવાહી સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. કોર્ટે તીખી ટિપ્પણી કરતા ઉમેર્યું કે, કાયદાનું શાસન પ્રક્રિયાથી ચાલે છે, ઉત્તર ભારતના રાજ્યોની જેમ અહીં બુલડોઝરને ન્યાયનું સાધન ન બનાવી શકાય. અધિકારીઓએ એ પણ સ્પષ્ટ નહોતું કર્યું કે મકાનનો કયો ભાગ ગેરકાયદેસર છે અને સીધું જ આખું માળખું તોડી પાડીને માનવ અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.
આ કેસમાં માત્ર રાજકીય નેતાઓ જ નહીં, પરંતુ તેમના પિતાના મકાન અને નિર્દોષ કર્મચારીઓના આશ્રયસ્થાનો પણ તોડી પાડવામાં આવ્યા હોવાનું સામે આવતા કોર્ટે આヘર્ય વ્યક્ત કર્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલની એ દલીલ કે હવે ઘર તૂટી ગયા છે એટલે અરજીનો કોઈ અર્થ નથી, તેને કોર્ટે ફગાવી દીધી હતી. હવે ૧૫ જૂને થનારી આગામી સુનાવણીમાં જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાય તેવી પૂરી શકયતા છે, જે રાજ્યના અન્ય વહીવટી તંત્રો માટે પણ એક ચેતવણી સમાન છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
