News of Tuesday, 22nd September 2026
આ ભેંસ નથી, કાળું સોનું છેઃ કિંમત ૪ લાખ, રોજ આપે છે ૩૫ લિટર દૂધ
ભેંસના બચ્ચાં બજારમાં સારી કિમતે વેચાય છેઃ મુર્રા ભેંસના બચ્ચા (પાડી) ની શરૂઆતની કિંમત અઢી લાખની આસપાસ હોય છે

વારાણસી તા.૨૧: વારાણસી સહિત પૂર્વાંચલ અને દેશભરના પશુપાલકોમાં મુર્રા નસલની ભેંસ ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. સામાન્ય ભેંસ કરતાં બમણું એટલે કે દિવસનું ૩૫થી ૩૬ લિટર સુધી દૂધ આપતી આ મુર્રા ભેંસને કાળું સોનું પણ કહેવામાં આવે છે. વારાણસીના રંગીલો મેળામાં અઢી લાખ રૂપિયાનું પ્રથમ ઇનામ જીતનારી આ ભેંસના એક બચ્ચાની શરૂઆતની કિમત જ અઢી લાખ રૂપિયા જેટલી ઊંચી બોલાય છે, જે પશુપાલકો માટે કમાણીનો બહેતરસ્ત્રેત સાબિત થઈ રહી છે.
વારાણસીઃ બદલાતા સમયમાં હવે પશુપાલનનો દોર પણ બદલાઈ રહ્યો છે. ગાય-ભેંસની ઘણી એવી નસલ છે જે આજના સમયમાં ડોલ નહીં પણ કંડાલ ભરીને દૂધ આપે છે. ભેંસની આવી જ એક નસલ છે મુર્રા જેને તમે પાળી લીધી તો સમજો તમારા સારા દિવસોની શરૂઆત થઈ ગઈ. મુર્રા ભેંસના એક બચ્ચાની કિમત પણ લાખોમાં હોય છે. હાલના સમયમાં વારાણસી સહિત પૂર્વાંચલના ઘણા જિલ્લાઓમાં પશુપાલકો ભેંસની આ પ્રજાતિને ખૂબ પસંદ કરી રહ્યા છે.
પશુપાલક ગુડ્ડુ આઝમગઢીએ જણાવ્યું કે તેમની પાસે તો સેંકડો ગાય અને ભેંસ છે પરંતુ મુર્રા ભેંસ દરરોજ સવાર-સાંજ ૧૬ થી ૧૮ લિટર સુધી દૂધ આપે છે. એટલે કે ૨૪ કલાકમાં આ ભેંસ એકલી જ ૩૫ લિટર દૂધ આપે છે. સામાન્ય ભેંસોની અપેક્ષાએ આ દૂધનું ઉત્પાદન લગભગ બમણું છે. તેમણે જણાવ્યું કે બીજી ભેંસોની જેમ જ તેની માવજત કરવી પડે છે. જો કે તેને સમય-સમય પર ખોરાક અને પાણી આપવામાં આવે તો ગરમીની ઋતુમાં પણ તે કંડાલ ભરીને દૂધ આપે છે. તેમણે જણાવ્યું કે તેમની મુર્રા ભેંસે અત્યાર સુધી બે બચ્ચાં આપ્યા છે. ભેંસના આ બચ્ચાં બજારમાં સારી કિમતે વેચાય છે. મુર્રા ભેંસના બચ્ચા (પાડી) ની શરૂઆતની કિમત અઢી લાખની આસપાસ હોય છે. જો કે ઘણી વાર પશુપાલકોને તેની કિમત તેનાથી પણ વધારે મળી જાય છે. ઉલ્લેખનીય છે કે દૂધ આપવાના મામલે મુર્રા ભેંસને સૌથી શ્રેષ્ઠ ભેંસ માનવામાં આવે છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
