News of Monday, 13th July 2026
SIPની આ ફોર્મ્યુલા બનાવી દેશે માલામાલઃ દર મહિને ૧૧,૦૦૦નું રોકાણ ૨૦ વર્ષમાં બનાવી દેશે ૧ કરોડનું ફંડ
SIPએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક એવી રીત છે, જેમાં રોકાણકાર પોતાની ક્ષમતા અનુસાર દર મહિને એક નક્કી કરેલી રકમનું રોકાણ કરે છે

જો તમે ભવિષ્ય માટે રોકાણનું આયોજન કરી રહ્યા છો અને મ્યુચ્યુઅલ ફંડમાં SIP (સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) શરૂ કરવા માંગો છો, તો 11x12x20 SIP ફોર્મ્યુલા તમારા માટે એક સરળ રોકાણ વ્યૂહરચના સાબિત થઈ શકે છે.
આ ફોર્મ્યુલા દર્શાવે છે કે, નિયમિત રોકાણ અને કમ્પાઉન્ડિંગની તાકાતથી લાંબા ગાળે મોટું ફંડ કેવી રીતે તૈયાર કરી શકાય છે.
SIPએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક એવી રીત છે, જેમાં રોકાણકાર પોતાની ક્ષમતા અનુસાર દર મહિને નક્કી કરેલી રકમનું રોકાણ કરે છે. આની સૌથી મોટી ખાસિયત એ છે કે રોકાણકાર જરૂર પડવા પર લ્ત્ભ્ને વધારી, ઘટાડી કે થોડા સમય માટે રોકી પણ શકે છે. આ ઉપરાંત SIPમાં કમ્પાઉન્ડિંગનો લાભ અને રૂપિયાની સરેરાશ કિમત જેવા ફાયદા પણ મળે છે.
૧૨ એટલેઃ ૧૨% અંદાજિત વાર્ષિક રિટર્ન
૨૦ એટલેઃ ૨૦ વર્ષ સુધી સતત રોકાણ
જો કોઈ વ્યક્તિ ૨૦ વર્ષ સુધી દર મહિને ૧૧,૦૦૦ રૂપિયાની SIP કરે છે, તો તેનું કુલ રોકાણ ૨૬,૪૦,૦૦૦ રૂપિયા થશે.
૧૨%ના અંદાજિત વાર્ષિક રિટર્નના આધારે ૨૦ વર્ષમાં રોકાણકારને આશરે ૭૪,૭૮,૪૩૧ રૂપિયાનો કેપિટલ ગેઈન મળી શકે છે.
કુલ રોકાણ અને અંદાજિત રિટર્ન મળીને ૨૦ વર્ષ પછી રોકાણકાર પાસે આશરે ૧,૦૧,૧૮,૪૩૧ રૂપિયા એટલે કે ૧ કરોડ રૂપિયાથી વધુનું ફંડ તૈયાર થઈ શકે છે.
૨૦ વર્ષના અંતે તમને કુલ આશરે ૧,૦૧,૧૮,૪૩૧ રૂપિયા મળી શકે છે. જેમાં તમારું કુલ રોકાણ ૨૬,૪૦,૦૦૦ રૂપિયા અને અંદાજિત કેપિટલ ગેઈન ૭૪,૭૮,૪૩૧ રૂપિયા સામેલ છે.
રોકાણની શરૂઆત માત્ર ૫૦૦ રૂપિયા પ્રતિ મહિનાથી કરી શકાય છે.
SIPમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા હોતી નથી.
રોકાણકાર પોતાની જરૂરિયાત મુજબ SIP વધારી, ઘટાડી કે રોકી શકે છે.
Disclaimer: શેર બજારમાં રોકાણ કરવું જોખમી છે, રોકાણ પહેલા એક્સપર્ટની સલાહ લો. અકિલા ફક્ત જાણકારી આપે છે. આ રોકાણની સલાહ નથી.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
