<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

આ વખતે ઉર્ષે રઝામાં ફેરફારઃ ૯ના બદલે ૮મી ઓગસ્‍ટના બરૈલીની દરગાહમાં કુલ શરીફ થશે

વિશ્વભરના સુન્‍ની સંપ્રદાયના વડા ‘આ'લા-હઝરત'નો રપમી સફરના ઉર્ષ ઉજવાય છે અન્‍યત્ર ભારતભરમાં ૯મી રવિવારે જ ઉર્ષ ઉજવાશેઃ જબરા ઉર્ષની વ્‍યવસ્‍થા જાળવવા ઉલેમાઓએ લીધેલો નિર્ણય

બરૈલી (ઉત્તર પ્રદેશ) તા. ૧પ :..  વિશ્વભરના સુન્‍ની સંપ્રદાયના વડા અને મુજદૃીદ ઇમામ અહેમદ રઝાખાન સાહેબ બરૈલ્‍વી (રહે.) કે જેઓ માત્ર ‘આલા-હઝરત' ના ટૂંકા નામે પ્રખ્‍યાત છે અને તેઓનો ઉર્ષ દર વર્ષે ઇસ્‍લામી માસ સફર મહીનાની રપમી તારીખે ઉજવાય છે. દરમિયાન  દરગાહના વડા હઝરત મૌલાના સુબ્‍હાની મિયાંનીએ આ ઉર્ષ-એ-રઝવી હવે ૬, ૭, અને ૮ ઓગસ્‍ટના રોજ ઉજવવામાં આવશે. એટલે કે હવે કુલ શરીફની વિધિ ૯ ઓગસ્‍ટને બદલે ૮ ઓગસ્‍ટે કરવામાં આવશે. તેવી જાહેરાત કરી છે.

મુસ્‍તફિઝ અલી ખાનના ગ્‍લોબલ ન્‍યુઝ ઇન્‍ડિયા (બરૈલી)માં પ્રસિધ્‍ધ અહેવાલ મુજબ આલા હઝરત ઇમામ અહેમદ રઝાખાન ફાઝીલે બરૈલવીના ઉર્ષ-એ-રઝફાવીની તારીખ અંગેની મુંઝવણનો અંત આવ્‍યો છે. શરૂઆતમાં ૭, ૮ અને ૯ ઓગસ્‍ટના રોજ ઉર્ષનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પરંતુ કાંવડ યાત્રા અને ફુલ શરીફ એક જ દિવસે હોવાથી યાત્રાળુઓની સલામતી, ટ્રાફિક વ્‍યવસ્‍થા અને શહેરમાં શાંતિ જાળવવાને ધ્‍યાનમાં રાખીને તારીખો ફરીથી નકકી કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

જિલ્લા વહીવટીતંત્ર લાંબા સમયથી ઉર્સની તારીખમાં ફેરફાર માટે અપીલ કરી રહયું હતું. કારણ કે શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા દરમિયાન ૯ ઓગસ્‍ટ, કુલ શરીફના દિવસે લાખો યાત્રાળુઓ અને કાવડીઓની હાજરી વહીવટીતંત્ર માટે એક મહત્‍વપુર્ણ પડકાર બની શકે છે. દર વર્ષે, ઉર્સના અંતિમ દિવસે ભારત અને વિદેશથી મોટી સંખ્‍યામાં શ્રધ્‍ધાળુઓ બરૈલી શરીફ પહોંચે છે, જેના કારણે સુરક્ષા અને ટ્રાફિક વ્‍યવસ્‍થા પર વધારાનું દબાણ આવે છે.

દરગાહના જવાબદાર લોકો કહે છે કે ઉલેમાઓનો અભિપ્રાય સકારાત્‍મક રહ્યો છે, અને તેના આધારે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આ નિર્ણય યાત્રાળુઓની સુવિધા અને સલામતી અને શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને લેવામાં આવેલ એક મહત્‍વપૂર્ણ અને સકારાત્‍મક પગલું છે,

દરગાહ આલા હઝરતના મીડિયા ઇન્‍ચાર્જ નાસિર કુરેશીએ જણાવ્‍યું હતું કે ઉર્સ-એ-રઝાવી  ૭, ૮ અને ૯ ઓગસ્‍ટના રોજયોજાવાનું હતું રાબેતા મુજબ પણ ૯મીએ  કાવડયાત્રાને ધ્‍યાનમાં રાખીને અને યાત્રાળુઓની સલામતી અને સુવિધા માટે, દરગાહના વડા હઝરત સુબ્‍હાની મિયાં અને કાઝી-એ-હિંદ મુફતી અસજદ મિયાં દ્વારા રચાયેલી ઉલેમા પેનલના અભિપ્રાય લીધા પછી અને વહીવટી અધિકારીઓની બેઠક બાદ તારીખ બદલવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

દરગાહના વડા હઝરત સુબ્‍હાની મિયાં અને ભારતના વડા કાઝી મુફતી અસજદ રઝા ખાન કાદરીએ રચેલી મૌલવીઓની પેનલે સીલબંધ પરબિડીયુંમાં લેખિતમાં પોતાના વિચારો રજૂ કર્યા. ત્‍યારબાદ, દરગાહના અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ વચ્‍ચે થયેલી બેઠકમાં તારીખ બદલવા અંગે સર્વસંમતિ સધાઈ હોવાનું બહાર આવ્‍યું છે.

એટલે કે હવે કુલ શરીફની વિધિ ૯ ઓગસ્‍ટને બદલે ૮ ઓગસ્‍ટે કરવામાં આવશે.

અત્રે એ નોંધનીય છે કે વિશ્વભારમાં રપ મી સફર ૯ ઓગષ્‍ટના થનાર હોવાની પુરી શકયતા છે અને એ હિસાબે ૯ ઓગષ્‍ટના ઉર્ષ છે પણ આ ઉર્ષ એક દિવસ પૂર્વે બરૈલામાં સમાપ્ત થશે જયારે અન્‍યત્ર ૯ ઓગષ્‍ટના રોજ જ ઉર્ષ ઉજવાશે.

(11:08 AM IST)