News of Sunday, 6th September 2026
એવરેસ્ટ ગ્લેશિયર માટે ખતરો: માનવ પેશાબ અને ગરમીથી દર વર્ષે ઓગળે છે ૨,૫૦૦ ટન બરફ
નેપાળ અને અમેરિકાના વૈજ્ઞાનિકોના અભ્યાસમાં ખુલાસો: બેઝ કેમ્પ પર વધતી ભીડ અને પ્રવૃત્તિઓથી કુદરતી આપતનું જોખમ વધ્યું

કાઠમંડુ : ગ્લોબલ વોર્મિંગ અને વધતી જતી માનવ પ્રવૃત્તિઓના કારણે દુ્નિયાના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ પર આવેલો પ્રખ્યાત ખુમ્બુ ગ્લેશિયર અત્યંત ઝડપથી પીગળી રહ્યો છે, જેમાં પર્વતારોહકોની ભીડ, તંબુઓની ગરમી અને માનવ પેશાબ મુખ્ય પરિબળો સાબિત થઈ રહ્યા છે.
નેપાળી અને અમેરિકન વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક સંયુક્ત અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ચઢાણની મોસમ દરમિયાન એવરેસ્ટ બેઝ કેમ્પમાં એકઠા થતા પર્વતારોહકોના કારણે માત્ર માનવ પેશાબ અને અન્ય ગરમીથી દર વર્ષે અંદાજે ૨,૫૦૦ ટન બરફ પાણીમાં ફેરવાઈ રહ્યો છે.
આ વૈજ્ઞાનિક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે પર્વત પર પ્રવાસીઓ અને પર્વતારોહકોની વધતી જતી અવરજવરના કારણે ઇકોસિસ્ટમ પર ભારે દબાણ સર્જાયું છે, જે ભવિષ્યમાં હિમાલય ક્ષેત્રમાં ગંભીર કુદરતી આફતો અને હિમપ્રપાતનું જોખમ અનેકગણું વધારી રહ્યું છે.
આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને પર્યાવરણવિદો અને વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં બેઝ કેમ્પ પર કચરા અને માનવ ઉત્સર્ગના વ્યવસ્થિત કચરા નિકાલ માટેના કડક નિયમો બનાવવાની સાથે પર્વતારોહણની પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવા અંગે પણ ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે.
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
