<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

તિરુપતિમાં અપક્ષ ઉમેદવારે ૧-૧ રૂપિયો ઉઘરાવી ફોર્મ ભર્યું!

અમરાવતી, તા. ૨૪: આંધ્રપ્રદેશના તિરુપતિમા એક અચરચ પમાડે તેવો કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં સ્‍વતંત્ર ઉમેદવારના રુપમા મેદાનમાં આવનાર સામાન્‍ય નાગરિકે સાબિત કર્યું છે કે જો ઇરાદો મજબૂત હોય તો ચૂંટણી લડવા માટે ફંડ નહીં પરંતુ જન સ મ ર્થ ન ની જરુર હોય છે. આ કિસ્‍સો તિરુપતિના ચિગુરુવાડા ગામનો છે. અહીંના સુભદ્ર નામની એક વ્‍યક્‍તિએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ઉમેદવારી કરવા માટે તેને નાણાની જરુરિયાત હતી. તેણે ગામે ગામ જઈને લોકો પાસેથી એક એક રુપિયો મેળવીને કુલ ૬ હજાર રુપિયા એકત્રીત કર્યા હતાં.  સ્‍થાનિક ચૂંટણી માટે સુભદ્રએ જનતાની વચ્‍ચે જઈને સમર્થન માંગ્‍યુ હતું. ગ્રામિણો દ્વારા એકત્રીત કરેલા એક એક રુપિયાના સિક્કા જોડીને ૬ હજાર લઈને તે ઉમેદવારી પત્ર ભરવા માટે ચૂંટણી કાર્યાલયે પહોચ્‍યો હતો. ચૂંટણીમા જ્‍યારે પાણીની જેમ નાણાનો ખર્ચ કરવામાં આવે છે ત્‍યારે સુભદ્રનો આ વ્‍યવહાર મિશાલ બની ગયો છે. તેના આ વ્‍યવહારની જોરદાર ચર્ચા ચાલી રહી છે. તેનો વીડિયો પણ વાઇરલ થયો છે.

(10:02 AM IST)