<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

ટોલ પ્‍લાઝા પર બનશે વર્લ્‍ડ ક્‍લાસ ટોયલેટઃ ગંદકી દેખાય તો મોબાઈલમાંથી ફરિયાદ કરી શકશો

હાઈવે પર મુસાફરી કરનારા લોકો માટે મોટી રાહત

નવી દિલ્‍હી તા.૩૧: નેશનલ હાઈવે પર મુસાફરી કરનારા લોકોને મોટી રાહત આપતા NHAIએ દેશભરના ટોલ પ્‍લાઝા પર વર્લ્‍ડ ક્‍લાસ સ્‍માર્ટ પબ્‍લિક ટોયલેટ બનાવવાની જાહેરાત કરી છે. તેમાં IoT ટેકનિકથી સાફ-સફાઈની ૨૪ કલાક લાઇવ દેખરેખ થશે. સાથે જ મહિલાઓ અને દિવ્‍યાંગોની સુવિધાઓનું ખાસ ધ્‍યાન રાખવામાં આવશે.

હાઈવે પર મુસાફરી દરમિયાન ગંદા ટોયલેટની સમસ્‍યા હવે નહીં રહે. નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયાએ દેશભરના ટોલ પ્‍લાઝા પર મુસાફરોની સુવિધા માટે વર્લ્‍ડ ક્‍લાસ ટોયલેટ બનાવવાની એક મોટી પહેલ શરૂ કરી દીધી છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, આ યોજના અંતર્ગત NHAI જૂના શૌચાલયને રિપેર કરશે અને સાથે જ નવા, આધુનિક સુવિધાવાળા ટોયલેટ બ્‍લોક પણ બનાવશે. તેની ડિઝાઇન સ્‍વદેશી હશે અને તેને ઇકો ફ્રેન્‍ડલી રીતે તૈયાર કરવામાં આવશે, જે લાંબા સમય સુધી ચાલી શકે.

આ નવા શૌચાલયની સૌથી મોટી ખાસિયત તેની ટેકનિક હશે. NHAI આ સુવિધાની સાફ-સફાઈ બનાવી રાખવા માટે ઇન્‍ટરનેટ ઓફ થિગ્‍સ ટેકનિકનો ઉપયોગ કરશે. તેનાથી શૌચાલયમાં પાણી, સફાઈ અને અન્‍ય મેન્‍ટેનન્‍સની ૨૪ કલાક લાઇવ દેખરેખ થઈ શકશે. જેવી કોઈ તકલીફ આવશે, ટેકનિકની મદદથી તેને તરત ઠીક કરી દેવામાં આવશે.

જવાબદારી નક્કી કરવા માટે સરકારે એક કડક સિસ્‍ટમ પણ બનાવી છે. સફાઈની જવાબદારી સંભાળતી એજન્‍સીઓને તેમના કામના આધાર પર જ પૈસા મળશે. તેના માટે સમય સમય પર ઓડિટ થશે અને મુસાફરો ખુદ NHA Rajmargyatra મોબાઈલ એપ દ્વારા પોતાની ફરિયાદ અને ફીડબેક આપી શકશે.

આ ઉપરાંત સરકારે મહિલાઓ અને દિવ્‍યાંગો માટે ખાસ ખ્‍યાલ રાખ્‍યો છે. દિવ્‍યાંગ અધિકાર કાનૂન અંતર્ગત આ તમામ ટોયલેટ સંપૂર્ણપણે બેરિયર ફ્રી હશે, જેથી દિવ્‍યાંગોને કોઈ તકલીફ ન થાય. સાથે જ ચોખ્‍ખું પાણી અને આધુનિક ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સાથે મહિલાઓની સુરક્ષા અને પ્રાઇવેસીને પણ પ્રાથમિકતા આપવામાં આવશે

(9:49 AM IST)