News of Monday, 13th July 2026
રામ મંદિર અને મ્યુઝિયમ નિર્માણનો કુલ ખર્ચ રૂા. ૧,૬૦૦ થી ૧,૮૦૦ કરોડ સુધી પહોંચી જશે
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં ચાલી રહેલા નિર્માણ કાર્યો અંગે નૃપેન્દ્ર મિશ્રાની મહત્વની સ્પષ્ટતા : રામ કથા મ્યુઝિયમનો કુલ ખર્ચ રૂપિયા ૧૦૦ કરોડની આસપાસ થશેઃ મિશ્રા

અયોધ્યા તા.૧૩: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં ચાલી રહેલા નિર્માણ કાર્યોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રવિવારે જણાવ્યું હતું કે, રામ મંદિર અને નિર્માણ પામનાર રામ કથા મ્યુઝિયમનો સંયુક્ત ખર્ચ અંદાજે રૂ. ૧,૬૦૦ કરોડ થી રૂ. ૧,૮૦૦ કરોડની વચ્ચે રહેવાની સંભાવના છે. આ કુલ રકમમાંથી રૂ. ૧૦૦ કરોડનો ખર્ચ માત્ર રામ કથા મ્યુઝિયમના નિર્માણ માટે થશે. રામ મંદિરની દેખરેખ અને સંભાળની જવાબદારી તીર્થ ક્ષેત્રની રહેશે.
નૃપેન્દ્ર મિશ્રાએ મંદિર નિર્માણની પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મંદિર સંકુલમાં ચાલી રહેલા તમામ બાંધકામ કાર્યો ૧૫ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે નિર્માણ કાર્ય સાથે સંકળાયેલી એજન્સીઓ એલએન્ડટી ન્્રૂવ્ અને ટીસીઈ તેમનું કામ સમયસર પૂર્ણ કરી લેશે.
મિશ્રાએ આગામી સમયમાં ટ્રસ્ટને એસેટ રજિસ્ટર સોંપવાની પ્રક્રિયા પર ભાર મૂક્યો હતો, જેમાં બાંધકામની વિગતો, ખર્ચ અને જરૂરી સુરક્ષા માર્ગદર્શિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામગીરી ૩૦ જુલાઈ સુધીમાં પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે.
રામ કથા મ્યુઝિયમ અંગે મિશ્રાએ જણાવ્યું હતું કે, મ્યુઝિયમ માટેની સ્ક્રિપ્ટ અને વિવિધ ગેલેરીઓની ફાળવણીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ મ્યુઝિયમમાં ઇમર્સવ ટેક્રોલોજીના માધ્યમથી ભગવાન રામના જીવન અને તેમના પ્રવાસને પ્રદર્શિત કરવામાં આવશે. ખાસ કરીને સરયુ નદીથી શરૂ કરીને ગુપ્તાર ઘાટ સુધીની તેમની યાત્રાને ગેલેરીમાં મુખ્ય વિષય બનાવવામાં આવશે. આગામી એક મહિનામાં તેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થઈ જશે અને ગેલેરીઓના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. મિશ્રાને વિશ્વાસ છે કે જો આ ગતિએ કામ ચાલુ રહેશે, તો આગામી ૬ થી ૮ મહિનામાં મ્યુઝિયમ મુલાકાતીઓ માટે તૈયાર થઈ જશે.
ઉપરાંત, મંદિરમાં ૨૪ કલાક પ્રજ્વલિત રહેનાર ‘જ્યોત' (ક્લેમ) ની ડિઝાઈન પણ ફાઈનલ કરવામાં આવી છે, જેનું કામ આગામી ૧૫ દિવસમાં શરૂ થશે. મુલાકાતીઓ માટે સોવેનિયર શોપ અને કોફી કોર્નર જેવી પ્રાથમિક સુવિધાઓ તૈયાર કરી દેવામાં આવી છે. પ્રવેશ ટિકિટ રાખવી કે નહીં, તે અંગેનો અંતિમ નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવામાં આવશે
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
