News of Tuesday, 12th May 2026
અઘરી નોટઃ૧૦૦ મહેમાનોની બોલી કરી હતીઃ જાનમાં આવ્યા ૨૦૦: દુલ્હનના પિતાએ જમણવારમાં જમાલગોટા નાખી દીધું: આખી જાન ખેતરમાં દોડતી રહી
જાનમાં ૨૦૦ લોકો જોઈ દુલ્હનના પિતા એટલા ગુસ્સે થયા કે તેમણે ગુસ્સામાં આવીને ખાવામાં જમાલગોટા (પેટ સાફ કરવાની એક દવા) નાખી દીધી

પટણા તા.૧૨: બિહારમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. આ સમાચાર જાણ્યા બાદ તમે પણ કોઈ લગ્નમાં જતાં પહેલા સો વાર વિચારશો. હકીકતમાં બિહારમાંથી એક દુલ્હનના પિતાએ લગ્નમાં આવેલા ૧૦૦ મહેમાનો માટે ખાવાની વ્યવસ્થા કરી હતી, પણ થયું કંઈક એવું કે જાનમાં ૧૦૦ મહેમાનોની જગ્યાએ ૨૦૦ મહેમાનો આવ્યા. આ પછી જે થયું તે ખૂબ જ ચોંકાવનારું હતું. વળી આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આપને જણાવી દઈએ કે, જાનમાં ૨૦૦ લોકો જોઈ દુલ્હનના પિતા એટલા ગુસ્સે થયા કે તેમણે ગુસ્સામાં આવીને ખાવામાં જમાલગોટા (પેટ સાફ કરવાની એક દવા) નાખી દીધી. ત્યાર બાદ જે થયું તેનાથી અફરાતફરી મચી ગઈ. જાનમાં આવેલા તમામ મહેમાનો લોટા લઈને ખેતરમાં ભાગવા લાગ્યા. પાણીની બોટલો પણ હવામાં ઉડી રહી હતી. મહેમાનો ધોતિયાં પકડીને ભાગી રહ્યા હતા. આખી જાને લગભગ ૧૦૦ મીટર સુધી જાણે રેસ લગાવી હોય તેમ ડબલા પકડીને દોડતા રહ્યા.
આ ઘટના બાદ જાનૈયાએ પણ કસમ ખાઈ લીધી કે આવનારા સમયમાં હવે તેઓ કોઈની જાનમાં જશે નહીં. સાચું કહીએ તો, ભારતમાં આપણે જેટલું માનીએ એટલું પણ સામાન્ય નથી, તેનાથી પણ ક્યાંય વધારે છે. કેમ કે લગ્નમાં જેટલા લોકોની વ્યવસ્થા કરી હોય છે, તેનાથી ક્યાંય વધારે મહેમાનો આવી જતાં હોય છે, જેના કારણે ઘરધણીના મેનેજમેન્ટમાં ગરબડ થઈ જાય છે. જો કે આ ઘટના જોયા બાદ ઘણા મહેમાનો પણ આમાંથી શીખ લેશે. કોઈના પ્રસંગ બગાડવાનું વિચારતા મહેમાનોનો પ્રસંગ ખુદ બગડી જાય એવી આ કહાની વાંચી ભલભલા હસવા લાગે છે, સાથે જ આમાંથી પ્રેરણા પણ મળશે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
