News of Monday, 14th September 2026
લદ્દાખમાં પ્રવાસીઓનું ઘોડાપૂરઃ ૨૦૨૫ના આખા વર્ષનો રેકોર્ડ માત્ર ૮ મહિનામાં તૂટ્યો
માત્ર ઓગસ્ટ મહિનામાં જ પ્રવાસીઓની સંખ્યા ૪૫,૨૦૧ થી વધીને ૭૪,૭૫૩ થઈ છે, જે ૬૫.૩૮ ટકાનો ઉછાળો દર્શાવે છે

લદ્દાખ તા.૧૪: લદ્દાખમાં પ્રવાસન ઉદ્યોગે જબરદસ્ત રફતાર પકડી છે. ૨૦૨૬ના પ્રથમ ૮ મહિનામાં જ પ્રવાસીઓની સંખ્યાએ ૨૦૨૫ના આખા વર્ષનો આંકડો પાર કરી લીધો છે. ૨૦૨૫માં જાન્યુઆરીથી ઑગસ્ટ દરમ્યાન લદ્દાખમાં ૨.૬૯ લાખ પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે ૨૦૨૬ના સમાન સમયગાળામાં આ સંખ્યા ૪.૦૫ લાખે પહોંચી ગઈ હતી. માત્ર ઑગસ્ટ મહિનામાં જ પ્રવાસીઓની સંખ્યા ૪૫,૨૦૧ થી વધીને ૭૪,૭૫૩ થઈ છે, જે ૬૫.૩૮ ટકાનો ઉછાળો દર્શાવે છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
