તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Wednesday, 11th November 2026
રાજસ્થાનના બીકાનેરમાં ભાઈબીજના દિવસે કરુણાંતિકા
પાણીની ટાંકીમાં પડેલી બહેનને બચાવવા બે સગા અને એક પિતરાઈ ભાઈ કૂદ્યા : ચારેયનાં ડૂબી જવાથી મોત ૧૪ વર્ષની પૂજાનો પગ લપસતાં દુર્ઘટના : એક પછી એક ત્રણ ભાઈઓ બચાવવા ઊતર્યા, આખા પરિવારમાં આક્રંદ

બીકાનેર : રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં ભાઈબીજના પવિત્ર દિવસે અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ છે. બહેનને બચાવવા પાણીની ઊંડી ટાંકીમાં ઊતરેલા બે સગા અને એક પિતરાઈ ભાઈ સહિત ચારેયનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે.
છતરગઢ પોલીસ સ્ટેશન હેઠળના આવા ગામના ચક નંબર ૯ એડબ્લ્યુએમ વિસ્તારમાં બુધવારે બપોરે ૧૨:૧૫ વાગ્યે આ બનાવ બન્યો હતો. ખેતરમાં બનાવેલી પાણીની ટાંકીમાંથી પાણી લેવા ગયેલી ૧૪ વર્ષની પૂજાનો અચાનક પગ લપસતાં તે પાણીમાં પડી ગઈ હતી. બહેનને બચાવવા તેના ભાઈઓ મુકેશ (૧૮) અને મનોજ (૧૬) પાણીમાં ઊતર્યા હતા. તેઓ પણ ડૂબવા લાગતાં પિતરાઈ ભાઈ નિર્મલ નાયક (૨૧) બચાવવા ગયો હતો, પરંતુ ચારેયનાં મોત નીપજ્યાં હતાં.
ખાજૂવાલાના પોલીસ અધિકારી વિજયપાલ યાદવના જણાવ્યા મુજબ, ચારેય મૃતદેહ બહાર કાઢીને છતરગઢની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. એક જ પરિવારના ચાર યુવાનો અને બાળકોનાં મોતથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. India News +2
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
