News of Thursday, 30th July 2026
ચાઇના, જાપાન અને ફ્રાન્સ કરતાં પણ ભારતની વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી સસ્તી: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં આંકડા રજૂ કરી કર્યો ચોંકાવનારો દાવો!
વિદેશમાં પ્રતિ કિલોમીટર ₹7 થી ₹20 ના ભાડાં સામે ભારતમાં વંદે ભારત માત્ર ₹2.19 માં કરાવે છે હાઇ-સ્પીડ સફર: પેસેન્જરોને ટિકિટ પર મળે છે 43% સબસિડી

નવી દિલ્હી : ભારતીય રેલ્વેની શાન ગણાતી અને મુસાફરોમાં ભારે પ્રિય બનેલી 'વંદે ભારત એક્સપ્રેસ' ના ભાડાં અંગે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં એક મહત્ત્વપૂર્ણ અને રસપ્રદ માહિતી આપી છે. તેમણે લોકસભામાં લેખિત જવાબ આપતાં જણાવ્યું હતું કે, ચીન, જાપાન અને ફ્રાન્સ જેવા વિકસિત દેશોની સરખામણીમાં ભારતની વંદે ભારત એક્સપ્રેસનું ભાડું ઘણું ઓછું અને સામાન્ય નાગરિકો માટે પરવડે તેવું રાખવામાં આવ્યું છે.
રેલ્વે મંત્રીના જણાવ્યા અનુસાર, 300 થી 400 કિલોમીટરની મુસાફરી માટે વંદે ભારત એસી ચેર કાર (AC Chair Car) નું સરેરાશ ભાડું પ્રતિ કિલોમીટર માત્ર ₹2.19 થાય છે. જ્યારે બીજી તરફ, ચીન, જાપાન અને ફ્રાન્સ જેવા દેશોમાં આ જ સેગમેન્ટની સમાન હાઇ-સ્પીડ પેસેન્જર સેવાઓ માટે પ્રતિ કિલોમીટર ₹7 થી લઈને ₹20 સુધીનું ભાડું વસૂલવામાં આવે છે. આ આંકડા દર્શાવે છે કે વૈશ્વિક સ્તરની સુવિધાઓ આપવા છતાં ભારત સરકાર મુસાફરો પાસેથી ઘણું વાજબી ભાડું લઈ રહી છે.
તેમણે ઉમેર્યું કે ભારતીય રેલ્વે મુસાફરો પર આર્થિક બોજ ન પડે તે માટે સેવાઓના ખર્ચ કરતાં ઓછી કિંમતે ટિકિટ પૂરી પાડે છે. ભારતીય રેલ્વેએ મુસાફરોની ટિકિટ પર ₹60,239 કરોડથી વધુનીંગી બંગી સબસિડી આપી છે, જે દરેક મુસાફરને સરેરાશ 43% ની ટિકિટ છૂટ આપે છે. વંદે ભારતની ઓક્યુપન્સી (મુસાફરોની સંખ્યા) મોટાભાગના રૂટ પર 100% ની નજીક રહે છે, જે આ ટ્રેનની લોકપ્રિયતા અને વાજબી દરોની સાબિતી આપે છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
