News of Friday, 25th September 2026
નવે.માં ખતમ થઈ જશે ટ્રમ્પનું રાજઃ પાવરફુલ શખ્સની ભવિષ્યવાણી
અમેરિકાના આક્રમક નિર્ણયો પર બ્રેક લાગશે : ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ આ ભવિષ્યવાણી અમેરિકાના સૌથી અમીર અને શક્તિશાળી રાજ્ય કેલિફોર્નિયાના ગવર્નર ગૈવિન ન્યૂઝસમે કરી છે

વોશીંગ્ટનઃ તા.૨૫:ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ચૂપ છે, પણ અમેરિકી રાજનીતિના ગલિયારામાં હાલમાં એક ભયંકર રાજકીય ભૂકંપ આવ્યો છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાજને લઈ એક એવી ભવિષ્યવાણી થઈ છે, જેણે રિપબ્લિકન પાર્ટીની ઊંઘ હરામ કરી નાખી છે. દાવો કર્યો છે કે, આવનારા નવેમ્બર મહિનામાં અમેરિકી રાજનીતિના ઇતિહાસમાં સૌથી મોટો ટ્વિસ્ટ આવવાનો છે. દાવો થઈ રહ્યો છે કે, આ ચૂંટણીના પરિણામ આવતા જ ટ્રમ્પનું રાજ અને તેમનો દબદબો હંમેશા માટે ખતમ થઈ જશે. તેને રાષ્ટ્રપતિના એકતરફી નિર્ણય વિરુદ્ધ જનતાનો હિસાબ-કિતાબનો દિવસ ગણાવી રહ્યા છે. સવાલ ઊઠવા લાગ્યા છે કે આખરે આવનારી મિડટર્મ ચૂંટણીમાં એવું શું થવાનું છે, જે અમેરિકાની આખી સત્તાનું સંતુલન જ બગાડી નાખશે.
ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ આ પ્રહાર અને ભવિષ્યવાણી અમેરિકાના સૌથી અમીર અને શક્તિશાળી રાજ્ય કેલિફોર્નિયાના ગવર્નર ગૈવિન ન્યૂઝસમે કરી છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના ક્લાઈમેટ સમિટમાં ભાગ લેવા પહોંચેલા ૫૮ વર્ષના ડેમોક્રેટિક નેતા ન્યૂઝસમે મીડિયા સાથે વાત કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આગામી નવેમ્બરની મિડટર્મ ચૂંટણીમાં તેમની ડેમોક્રેટિક પાર્ટી અમેરિકી સંસદના નિચલા સદન એટલે કે હાઉસ ઓફ રિપ્રિઝેન્ટેટિવમાં ફરીથી બહુમત પ્રાપ્ત કરી લેશે. ન્યૂઝસમે દાવો કર્યો છે કે નવેમ્બરમાં ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસિડેન્સી, જેવી આજે આપણે જોઈ રહ્યા છીએ, તે સંપૂર્ણપણે ખતમ થઈ જશે. ૨૦૨૮માં રાષ્ટ્રપતિ પદના મોટા દાવેદાર ગણાવતા ન્યૂઝસમનું આ નિવેદન અમેરિકી ચૂંટણીના જંગને ખૂબ જ રસપ્રદ બનાવી દેશે.
ગૈવિન ન્યૂઝસમ ભલે ૨૦૨૮ની રાષ્ટ્રપતિ રેસના મજબૂત દાવેદાર ગણાતા હોય, પણ તેમણે સમજાવ્યું કે, કેમ આ નવેમ્બરની ચૂંટણી જ ટ્રમ્પના કાર્યકાળને ખૂબ જ નબળો બનાવી દેશે. અમેરિકી સંવિધાન અને ત્યાંની રાજનીતિક સિસ્ટમને સમજનારા જાણે છે કે જો રિપબ્લિકન પાર્ટી સંસદના કોઈ પણ એક સદનમાં બહુમત ખોઈ દે છે તો રાષ્ટ્રપતિ પાસે મર્યાદિત શક્તિ રહી જાય છે.
જો રાષ્ટ્રપતિ પાસે સીધો આદેશ જાહેર કરવાના અમુક કાર્યકારી અધિકાર રહેશે, પણ દેશનું બજેટ પાસ કરાવવા, નવા કાયદા બનાવવા અને પોતાની મનપસંદ નીતિઓને લાગુ કરવા માટે તેમને સંસદની મંજૂરી જોઈએ. જો નીચલા સદનમાં ડેમોક્રેટ્સની વાપસી થાય છે તો તેઓ ટ્રમ્પના આક્રમક નિર્ણયો, ટેક્સ નીતિઓ અને ઇમિગ્રેશન સાથે જોડાયેલ કાયદા પર સંપૂર્ણપણે બ્રેક લગાવી દેશે. આજ કારણ છે કે ન્યૂઝસમ તેને ટ્રમ્પની એકતરફી સત્તા પર તાળું લગાવનારો દિવસ માની રહ્યા છે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
