તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 7th July 2026
શેરબજારમાં 'સુનામી': સવારે કમાયેલા ₹૯ લાખ કરોડ સાંજે ધોવાયા, સેન્સેક્સ-નિફ્ટી શરૂઆતી તેજી ગુમાવીને લાલ નિશાનમાં બંધ: સેન્સેક્સ ૧૦૪ પોઈન્ટ તૂટીને ૭૮,૧૮૦.૭૨ પર સ્થિર જ્યારે નિફ્ટી પણ ૩૧.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪,૩૯૮.૭૦ પર બંધ
ટ્રેન્ટના શેરમાં ૧૨.૬૫% નો મોટો કડાકો; આઈટી શેરોની આગેવાની છતાં બજાર ગગડ્યું; માઈક્રોસોફ્ટમાં મહા-છટણી અને સેમસંગનો નફો ૧૯ ગણો વધતાં વૈશ્વિક બજાર ગરમ

મુંબઈ, તા.૦૭: સ્થાનિક શેરબજારમાં આજે ભારે અસ્થિરતા (Volatility) નો માહોલ જોવા મળ્યો હતો. સતત ચાર દિવસની ધમાકેદાર તેજી અને રોકાણકારોને થયેલા આશરે ₹૯ લાખ કરોડના ફાયદા બાદ, આજે પાંચમા દિવસે બજાર તેજી બરકરાર રાખવામાં નિષ્ફળ રહ્યું હતું. સવારે ઉત્સાહ સાથે ખુલેલું બજાર સાંજ પડતા પડતા સુસ્ત થઈ ગયું અને બંને મુખ્ય સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા. ૩૦ શેરોવાળો બીએસઈ (BSE) સેન્સેક્સ ૦.૧૩ ટકા અથવા ૧૦૪ પોઈન્ટ તૂટીને ૭૮,૧૮૦.૭૨ પર સ્થિર થયો હતો, જ્યારે એનએસઈ (NSE) નિફ્ટી પણ ૩૧.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪,૩૯૮.૭૦ પર બંધ રહ્યો હતો.
ટ્રેન્ટના શેરમાં ભૂકંપ, આઈટી શેરોએ બજારને ટેકો આપ્યો
આજના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સની ૩૦ મુખ્ય કંપનીઓમાંથી ૧૯ કંપનીઓના શેર લાલ નિશાનમાં એટલે કે ઘટાડા સાથે બંધ થયા હતા. ટાટા ગ્રુપની કંપની ટ્રેન્ટ લિમિટેડ (Trent) ના શેરમાં આજે ૧૨.૬૫ ટકાનો મોટો કડાકો બોલી ગયો હતો, જે આજના દિવસનો સૌથી મોટો લૂઝર સાબિત થયો હતો. આ ઉપરાંત BEL, અદાણી પોર્ટ્સ, એલ એન્ડ ટી (L&T) અને રિલાયન્સ જેવા હેવીવેઇટ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. જોકે, બજારના આ ઘટાડા વચ્ચે આઈટી (IT) સેક્ટરે મોરચો સંભાળ્યો હતો; ઇન્ફોસિસ, એચસીએલ ટેક (HCL Tech), ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) અને ટેક મહિન્દ્રાના શેરો ૩ ટકા સુધી વધીને બંધ રહ્યા હતા.
માઇક્રોસોફ્ટમાં ૬,૪૦૦ કર્મચારીઓની છટણી, સેમસંગનો નફો આકાશે આંબ્યો
વૈશ્વિક મોરચે આઈટી ક્ષેત્રમાંથી ખૂબ જ ચિંતાજનક અહેવાલ આવ્યા છે. દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફ્ટે (Microsoft) તેના ગેમિંગ ડિવિઝન 'Xbox' સહિત સમગ્ર કંપનીમાંથી કુલ ૬,૪૦૦ કર્મચારીઓની હાંકી કાઢવાની જાહેરાત કરી છે, જે ગેમિંગ ઇતિહાસની સૌથી મોટી છટણી માનવામાં આવી રહી છે. બીજી તરફ, સેમસંગ ઇલેક્ટ્રોનિક્સે (Samsung) ધમાકેદાર પ્રદર્શન કરતા એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેનો ઓપરેટિંગ નફો અગાઉના વર્ષ કરતા ૧૯ ગણો વધારીને આશરે $૫૮.૪૪ બિલિયન હોવાનો અંદાજ જાહેર કર્યો છે, જેનાથી વૈશ્વિક ટેક બજારમાં ભારે હલચલ મચી ગઈ છે.
ક્રૂડ ઓઈલમાં આગ અને સોના-ચાંદીમાં નરમાઈ
ભૂ-રાજકીય તણાવ ફરી એકવાર વધ્યો છે. ઓમાનના દરિયાકાંઠે એક અજ્ઞાત મિસાઈલ હુમલાને કારણે તેલના ટેન્કરમાં આગ લાગવાની ઘટના બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ૦.૩૯ ટકા વધીને $૭૨.૨૯ પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. બીજી તરફ, અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્સ જાહેર થાય તે પહેલાં રોકાણકારો સાવધ હોવાથી સોના અને ચાંદીના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ૦.૪ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારના આ મિશ્ર સંકેતોની અસર આગામી દિવસોમાં ભારતીય બજાર પર પણ જોવા મળી શકે છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
