<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

દિલ્હીમાં બે મોબાઇલ ફોન સ્નેચર પકડાયા, યુવતીએ સ્કૂટર પર તેમનો પીછો કર્યો

પોલીસ અને જનતાની મદદથી, બંને આરોપીઓને પકડી લેવામાં આવ્યા

નવી દિલ્હી :દિલ્હી પોલીસની ઉત્તર-પશ્ચિમ જિલ્લા પોલીસે મોબાઇલ ફોન સ્નેચિંગ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીએ 24 વર્ષીય ખુશી મહેશ્વરીનો મોબાઇલ ફોન છીનવી લીધો હતો. ત્યારબાદ ખુશીએ તેના સ્કૂટર પર તેમનો પીછો કર્યો હતો સ્કૂટર પરથી પડી જવાથી તેને સામાન્ય ઇજાઓ થઈ હોવા છતાં, તેણીએ પીછો કરવાનું બંધ કર્યું નહીં. પોલીસ અને જનતાની મદદથી, બંને આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા . પોલીસે ચોરાયેલો iPhone 16 Pro અને અન્ય ત્રણ મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા  ગુનામાં વપરાયેલી મોટરસાઇકલ પણ ચોરાયેલી હોવાનું બહાર આવ્યું છે 

(9:59 PM IST)