News of Friday, 4th September 2026
બાંસવાડામાં અસહ્ય અત્યાચાર: આદિવાસી મહિલાને નગ્ન કરી પરેડ કરાવી વાળ કાપ્યા, પતિ સહિત ૭ આરોપીઓ જેરડે
યુવાન સાથે જવાની શંકામાં પતિ અને ગ્રામજનો દ્વારા ક્રૂરતાની તમામ હદો પાર: ગુરુવારે વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી

બાંસવાડા : રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં ૧ સપ્ટેમ્બરની સાંજે માનવતાને શરમમાં નાખતી એક અત્યંત શરમજનક અને ક્રૂર ઘટના સામે આવી છે, જ્યાં એક આદિવાસી મહિલા પર અન્ય યુવાન સાથે જવાનો આરોપ મૂકીને તેના પતિ અને ગ્રામજનો દ્વારા જાહેરમાં લાકડીઓથી મારઝૂડ કરી, વાળ કાપી નાખીને નગ્ન હાલતમાં શેરીઓમાં પરેડ કરાવવામાં આવી હતી જેનો વીડિયો ગુરુવારે વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે.
આ ડાઘરૂપ ઘટનાની વિગતવાર માહિતી આપતા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પીડિતા દસ દિવસ પહેલાં નજીકના ગામના એક યુવાન સાથે ગઈ હતી, ત્યારબાદ તેનો પરિવાર તેને પરત લાવ્યો હતો અને આ વાતની અદાવત રાખીને પતિ તથા તેના પરિવારજનોની હાજરીમાં ટોળા દ્વારા મહિલા પર અમાનવીય હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં ભીડમાંથી અનેક લોકો આ ઘટનાનું મૂકપ્રેક્ષક બનીને વીડિયો બનાવતા નજરે પડ્યા હતા.
ઘટના અંગે ગાદીના ડીએસપી બાબુલાલે જણાવ્યું કે પ્રારંભિક સમયમાં ડરના કારણે મહિલાએ ફરિયાદ આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પોલીસની સમજાવટ અને કાઉન્સેલિંગ બાદ પીડિતાએ પોલીસ સ્ટેશન પહોંચીને તેના પતિ અને અન્ય મહિલાઓ વિરુદ્ધ હુમલો તથા અભદ્ર વર્તનની સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ત્વરિત કાર્યવાહી કરીને પોલીસે મુખ્ય આરોપી પતિ સહિત ૭ શખ્સોની ધરપકડ કરી લીધી છે.
હાલમાં પીડિતાને તેનાિતાના પિતાના ઘરે સુરક્ષિત મોકલી આપવામાં આવી છે, જ્યારે વીડિયોમાં નજરે પડતી અન્ય આરોપી મહિલાઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરવા માટે પોલીસની ખાસ ટીમો કામે લગાડવામાં આવી છે અને સમગ્ર પ્રકરણમાં કાયદાકીય તપાસ પૂર્ણ થયા બાદ દોષિતો સામે સખતમાં સખત સજાત્મક પગલાં ભરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
