<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

મધ્યપ્રદેશ વિધાનસભામાં મોનસૂન સત્રના પ્રારંભે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ: આવતીકાલે ગૃહમાં વિગતવાર ચર્ચા યોજાશે

​ભોપાલના જગદીશપુરમાં મળેલી કેબિનેટ બેઠકમાં ડ્રાફ્ટને મળી હતી સર્વાનુમતે મંજૂરી; વિધાનસભા અધ્યક્ષ નરેન્દ્ર સિંહ તોમરે આગામી કાર્યવાહીની કરી જાહેરાત

​ભોપાલ: મધ્યપ્રદેશ વિધાનસભાના ચોમાસું સત્રના પ્રથમ દિવસે જ રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ પગલું ભરતા 'યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ, 2026' સત્તાવાર રીતે ગૃહ સમક્ષ રજૂ કર્યું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તેમજ તમામ નાગરિકો માટે સમાન કાનૂની વ્યવસ્થા ઊભી કરવાના હેતુસર આ વિધેયક લાવવામાં આવ્યું છે.

​આ બાબતે વિધાનસભા અધ્યક્ષ નરેન્દ્ર સિંહ તોમરે ગૃહમાં સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ નવા વિધેયક પર આવતીકાલે (મંગળવારે) ગૃહમાં સઘન ચર્ચા હાથ ધરવામાં આવશે. ચર્ચા પૂર્ણ થયા બાદ નિયમોનુસારની આગળની તમામ સંસદીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

​ઉલ્લેખનીય છે કે, આ મહત્ત્વપૂર્ણ બિલના મુસદ્દાને વિધાનસભા સત્ર શરૂ થવાના ઠીક એક દિવસ અગાઉ જ ભોપાલ જિલ્લાના જગદીશપુર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આજે તેને ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે.

(10:34 PM IST)