News of Sunday, 26th April 2026
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સોમવારે સોમનાથની મુલાકાતે
સાંજે આગમન બાદ તેઓ સર્કિટ હાઉસમાં રોકાણ કરશે અને મંગળવારે સવારે સોમનાથ મહાદેવના દર્શન તેમજ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરશે

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આવતીકાલે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પધારશે. નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, તેઓ સોમવારે સાંજે સોમનાથ ખાતે આવી પહોંચશે અને ત્યારબાદ સોમનાથ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ સોમનાથ ટ્રસ્ટના હોદ્દેદારો સાથે પણ મુલાકાત કરી શકે છે. મંગળવારે વહેલી સવારે અમિતભાઈ શાહ સોમનાથ મહાદેવના મંદિરે શીશ ઝુકાવશે. તેઓ મહાદેવની વિશેષ પૂજા-અર્ચના અને જળાભિષેક કરીને આશીર્વાદ મેળવશે. કેન્દ્રીય મંત્રીના આગમનને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
