તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Saturday, 30th May 2026
પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું મોટું નિવેદન: હવે દરરોજ ૫,૦૦૦ થી ૧૦,૦૦૦ ઘૂસણખોરો રાજ્ય છોડી રહ્યા છે
બીએસએફની સઘન કાર્યવાહી અને કેન્દ્રની કડક નીતિઓ લાવી રંગ: ભૂતકાળમાં આવતા હજારો ગેરકાયદેસર ઘૂસણખોરો પર હવે સંપૂર્ણ અંકુશ મુકાયો

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પશ્ચિમ બંગાળની સરહદ સુરક્ષા અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની કડક રાષ્ટ્રીય નીતિઓને કારણે હવે દરરોજ પાંચથી દસ હજાર જેટલા ઘૂસણખોરો બંગાળ છોડીને પાછા જઈ રહ્યા છે. ભૂતકાળમાં આ જ સંખ્યામાં ગેરકાયદેસર લોકો રાજ્યમાં ઘૂસણખોરી કરતા હતા.
પશ્ચિમ બંગાળની આંતરરાષ્ટ્રીય સરહદો પરથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરી રાષ્ટ્રીય સુરક્ષા માટે લાંબા સમયથી એક મોટો પડકાર રહી છે. આ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે એક અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે વર્તમાન કેન્દ્ર સરકારની કડક રાષ્ટ્રીય નીતિઓ અને સરહદ સુરક્ષા દળ (બીએસએફ) ની સઘન પેટ્રોલિંગ અને કાર્યવાહીના સકારાત્મક પરિણામો હવે જમીન પર દેખાઈ રહ્યા છે.
અમિતભાઈ શાહે સ્પષ્ટ કર્યું છે કે, "એક સમય એવો હતો જ્યારે પશ્ચિમ બંગાળની ખુલ્લી સરહદો પરથી દરરોજ હજારોની સંખ્યામાં ગેરકાયદેસર લોકો ભારતમાં પ્રવેશ કરતા હતા. પરંતુ હવે ચિત્ર બદલાયું છે. આજે પરિસ્થિતિ એવી છે કે દરરોજ ૫,૦૦૦ થી લઈને ૧૦,૦૦૦ જેટલા ઘૂસણખોરો બંગાળ છોડીને પોતાના દેશ પરત ફરી રહ્યા છે."
તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકારે ઘૂસણખોરીને સંપૂર્ણપણે ડામી દેવા માટે સરહદી વિસ્તારોમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે, જેને કારણે હવે રાજ્યમાં નવા ગેરકાયદેસર પ્રવેશ પર સફળતાપૂર્વક નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે.
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
