<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરી અને જેફ્રી એપસ્ટીનની વાયરલ તસવીરે દેશના રાજકારણમાં મચાવ્યો ભારે ખળભળાટ: વિવાદાસ્પદ ફોટો સામે આવતા કેન્દ્ર સરકારની મુશ્કેલીઓમાં થયો વધારો

અમેરિકાના કુખ્યાત યૌન અપરાધી સાથેની બેઠકનો ફોટો DOJ ફાઈલોમાંથી બહાર આવતા કોંગ્રેસ સહિતના વિપક્ષોએ સાધ્યા આકરા નિશાના; પ્રધાનના કાર્યાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે મુલાકાત માત્ર વ્યાવસાયિક હતી અને ટાપુની મુલાકાત લીધાના દાવાઓને ફગાવ્યા.

નવી દિલ્હી : દેશના રાજકીય ગલિયારાઓમાંથી અત્યારની સૌથી મોટી અને સનસનીખેજ ખબર સામે આવી છે. શિક્ષણ પ્રધાન બાદ હવે કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરી અને અમેરિકાના કુખ્યાત યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સાથેની એક વાયરલ તસવીરે રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા જાહેર કરવામાં આવેલી એપસ્ટીન ફાઇલોમાંથી એક ફોટો સામે આવ્યો છે, જેમાં પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરી એપસ્ટીનના ટેબલની સામે બેઠેલા નજરે પડે છે. આ તસવીર વાયરલ થયા બાદ વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે.

 

આ વિવાદ વકર્યા બાદ હરદીપ સિંહ પુરીના કાર્યાલય તરફથી સત્તાવાર સ્પષ્ટતા જારી કરવામાં આવી છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પુરી ઇન્ટરનેશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટ (IPI) માં તેમના તત્કાલીન બોસ અને નોર્વેજીયન રાજદ્વારી ટેર્જે રોડ-લાર્સનની આગેવાન હેઠળના પ્રતિનિધિમંડળના ભાગ રૂપે એપસ્ટીનને મળ્યા હતા. કાર્યાલયે સ્પષ્ટતા કરી છે કે લગભગ એક દાયકા જૂનો આ ફોટો હોવાને કારણે પ્રધાનને ચોક્કસપણે યાદ નથી કે તે સમયે અન્ય લોકો હાજર હતા કે નહીં, પરંતુ તેમની વાતચીત સંપૂર્ણપણે વ્યાવસાયિક હતી અને તેમણે ક્યારેય એપસ્ટીનના કુખ્યાત ટાપુની મુલાકાત લીધી નથી.

 

આ નવા વિવાદથી રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને આગામી દિવસોમાં આ મુદ્દો સંસદથી લઈને સોશિયલ મીડિયા સુધી જોર પકડે તેવી પૂરી સંભાવના છે.

 

(7:23 PM IST)