<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

મિડલ ક્‍લાસમાંથી અપ્‍પર ક્‍લાસમાં અપગ્રેડ થવું છે ?

સમૃદ્ધ થવાના માર્ગમાં પાંચ ભૂલો સૌથી મોટો અવરોધ સાબિત થાય છે મધ્‍યમ વર્ગના લોકો ઘણીવાર સખત મહેનત કરે છે, પરંતુ ફાઇનાન્‍સિયલ પ્‍લાનિંગના અભાવને કારણે તેઓ કાયમ મની ક્રાઈસિસ અથવા તો સેલેરી-ટુ-સેલેરીના ચક્રવ્‍યૂહમાં ફસાયેલા રહે છે

નવી દિલ્‍હી તા.૨૨: વૈશ્વિક બજારમાં ચાલી રહેલી આર્થિક અસ્‍થિરતા અને સતત વધતી જતી મોંઘવારી વચ્‍ચે, દરેક સામાન્‍ય માણસનું એક જ સપનું હોય છે અને એ સપનું એટલે આર્થિક રીતે સક્ષમ બનવું અને અમીર થવું. એક પર્સનલ ફાઇનાન્‍સ રિપોર્ટ અનુસાર, મધ્‍યમ વર્ગના મોટાભાગના લોકો પોતાની રોજબરોજની જિંદગીમાં કમાણી કરવા છતાં કેટલીક એવી સામાન્‍ય પણ ગંભીર નાણાકીય ભૂલો કરી બેસે છે, જે તેમને ક્‍યારેય અમીર બનવા દેતી નથી...

મધ્‍યમ વર્ગના લોકો ઘણીવાર સખત મહેનત કરે છે, પરંતુ ફાઇનાન્‍સિયલ પ્‍લાનિગના અભાવને કારણે તેઓ કાયમ 'મની ક્રાઈસિસ' અથવા તો સેલેરી-ટુ-સેલેરીના ચક્રવ્‍યૂહમાં ફસાયેલા રહે છે. નિષ્‍ણાતોના મતે, સમૃદ્ધ થવાના માર્ગમાં આ પાંચ ભૂલો સૌથી મોટો અવરોધ સાબિત થાય છે, ચાલો જોઈએ કઈ છે આ પાંચ ભૂલો...

મધ્‍યમ વર્ગની સૌથી મોટી નાણાકીય ભૂલ એ છે કે તેઓ પૈસા બચાવીને કાં તો બેંકના સેવિગ્‍સ એકાઉન્‍ટમાં રાખે છે અથવા તો પરંપરાગત ફિક્‍સ ડિપોઝિટમાં મૂકે છે. આજની મોંઘવારીના દરમાં માત્ર બચત કરવાથી પૈસાનું મૂલ્‍ય ઘટે છે. જો તમે તમારા પૈસાને મ્‍યુચ્‍યુઅલ ફંડ, ઇક્‍વિટી કે અન્‍ય સ્‍માર્ટ રોકાણ માધ્‍યમોમાં નહીં લગાવો, તો કમ્‍પાઉન્‍ડિંગનો લાભ નહીં મળે અને પૈસાથી પૈસા બનાવવાનું સપનું અધૂરું રહી જશે.

ઘણા લોકોનો એવો ટ્રેન્‍ડ હોય છે કે મહિનાની શરૂઆતમાં પગાર આવતાં જ તેઓ મોંઘા ગેજેટ્‍સ, બ્રાન્‍ડેડ કપડાં કે લક્‍ઝરી લાઈફસ્‍ટાઈલ પાછળ આડેધડ ખર્ચ કરવા લાગે છે. આને લાઇફસ્‍ટાઇલ ઇન્‍ફલેશન કહેવામાં આવે છે. નિયમ એવો હોવો જોઈએ કે આવક માઇનસ બચત બરાબર ખર્ચ; પરંતુ મોટાભાગના લોકો પૂર્વાધમાં ખર્ચ કરે છે અને મહિનાના અંતે જે વધે તે બચાવવાનો પ્રયાસ કરે છે, જે સામાન્‍ય રીતે શૂન્‍ય હોય છે.

દિવાળી સેલ હોય કે ઓનલાઈન ડિસ્‍કાઉન્‍ટ, મધ્‍યમ વર્ગના લોકો પોતાની ખરીદશક્‍તિ (Value) થી બહાર જઈને નો કોસ્‍ટ EMI અથવા ક્રેડિટ કાર્ડના સ્‍વાઇપ કલ્‍ચરનો ભોગ બને છે. બિનજરૂરી વસ્‍તુઓ માટે પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડનું મોંઘું વ્‍યાજ ચૂકવવું એ ગરીબીને આમંત્રણ આપવા સમાન છે. લોન હંમેશા એવી હોવી જોઈએ જે તમારી સંપત્તિ (જેમ કે હોમ લોન અથવા બિઝનેસ લોન) વધારે, નહીં કે તમારા માથે બોજ વધારે.

(3:26 PM IST)