News of Wednesday, 29th July 2026
UPI ઓટોપેની આઘાતજનક રમત: 'ખબર પણ નહીં પડે ને ખાતામાંથી ₹79 કપાઈ જશે!' – ફ્રી ટ્રાયલના નામે ચાલતી નવી 'ડિજિટલ ઠગાઈ'થી સાવધાન
મુંબઈના એક યુવકે પોતાની માતાનો ફોન ચેક કરતા અડધો ડઝન ઓટોપે મેન્ડેટ જોઈને ઉડી ગયા હોશ; દૈનિક વ્યવહારોની ભીડમાં શાંતિથી ગાયબ થઈ જાય છે તમારા પરસેવાના પૈસા!

મુંબઈ : ડિજિટલ પેમેન્ટ અને UPI એ આપણી જિંદગી ખૂબ જ સરળ બનાવી દીધી છે, પરંતુ તેની પાછળ છુપાયેલું એક મોટું જોખમ હવે ધીમે ધીમે સામે આવી રહ્યું છે. વિવિધ એપ્લિકેશન્સ દ્વારા અપાતી 'ફ્રી ટ્રાયલ' (Free Trial) ઓફરના નામે વપરાશકર્તાઓ પાસેથી અજાણતાં જ UPI ઓટોપે (AutoPay Mandate)ની પરવાનગી લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ દર મહિને શાંતિથી તમારા ખાતામાંથી પૈસા કપાતા રહે છે! મુંબઈના એક વ્યક્તિએ જ્યારે પોતાની માતાને UPI નો ઉપયોગ કરતા શીખવ્યું ત્યારે આ મોટો ખુલાસો થયો હતો.
'મમ્મી, આ બધું સબ્સ્ક્રિપ્શન શાનું છે?' – 'મને નથી ખબર!'
Nykaa ના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ અને IIM મુંબઈના સ્નાતક લોકેશ આહુજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LinkedIn પર પોતાનો આઘાતજનક અનુભવ શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, થોડા સમય પહેલાં તેમણે તેમની માતા સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરી શકે તે માટે તેમને UPI એપ વાપરતા શીખવ્યું હતું. પરંતુ એક દિવસ અચાનક ફોન ચેક કરતી વખતે તેમની માતાના એકાઉન્ટમાં અડધો ડઝનથી વધુ 'ઓટોપે મેન્ડેટ' સક્રિય થયેલા જોવા મળ્યા. જ્યારે તેમણે માતાને પૂછ્યું ત્યારે તેમને આ વિશે કંઈ જ ખબર નહોતી!
મફત ટ્રાયલની આકર્ષક જાળ
વધુ તપાસ કરતા માલૂમ પડ્યું કે આ તમામ ઓટોપે મેન્ડેટ અલગ-અલગ એપ્સની '૩૦ દિવસની ફ્રી ટ્રાયલ' સાથે જોડાયેલા હતા. પ્રથમ ૩૦ દિવસ માટે ચાર્જ ₹૦ હોય છે, પરંતુ કંપનીઓ સાઈન-અપ કરતી વખતે જ દર મહિને આપમેળે પૈસા કાપવાની મંજૂરી મેળવી લે છે. ટ્રાયલ પીરિયડ પૂરો થતાં જ ગ્રાહકને કોઈ પણ મેસેજ કે ચેતવણી આપ્યા વિના ખાતામાંથી પૈસા કપાવાના શરૂ થઈ જાય છે.
દૈનિક ટ્રાન્ઝેક્શનમાં દબાઈ જાય છે નાના ચાર્જ
આહુજાએ ચેતવણી આપતા જણાવ્યું કે ₹૭૯ કે ₹૯૯ જેવી નાની રકમની કપાત સામાન્ય રીતે દૈનિક UPI વ્યવહારોની ભીડમાં સ્ટેટમેન્ટમાં ક્યાંય દબાઈ જાય છે. મોટાભાગના લોકો આટલી નાની રકમ પર ધ્યાન આપતા નથી, જેના કારણે મહિનાઓ સુધી ગ્રાહકોના ખિસ્સામાંથી કંપનીઓ કરોડો રૂપિયા સેરવી લે છે. તેમણે કહ્યું, "અમારા માતા-પિતા પહેલાં અમને એકલા રસ્તો ક્રોસ કરતી વખતે ચિંતા કરતા હતા, અને હવે અમારે ચિંતા કરવી પડે છે કે તેઓ ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરે છે!"
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
