<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

UPI પર MDR ફીનો નવો ધમધમાટ: ₹૨,૦૦૦ થી વધુના વ્યવહારો પર નવા વર્ષમાં લાગુ થવાની શક્યતા!

વેપારીઓના વિરોધ અને આર્થિક દબાણ વચ્ચે સરકાર અને NPCI આગામી રણનીતિ ઘડવામાં વ્યસ્ત : સામાન્ય ગ્રાહકો માટે UPI રહેશે સંપૂર્ણપણે મફત

નવી દિલ્હી:  દેશમાં લાખો લોકોના દૈનિક વ્યવહારોનું હૃદય બની ચૂકેલા યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ  પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ  ફી લાદવાના મુદ્દે એક મોટું અપડેટ સામે આવ્યું છે. અગાઉ આ ફી ૧૫ ઓક્ટોબરથી ₹૨,૦૦૦ થી વધુના UPI વ્યવહારો પર લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ દેશભરના વેપારીઓના ભારે વિરોધ અને નારાજગીને કારણે તેની અમલીકરણ તારીખ મોકૂફ રાખવામાં આવી હતી. હવે સૂત્રોના જણાવ્યા અનુસાર, બેંકો અને પેમેન્ટ પ્લેટફોર્મ્સની સતત માંગને ધ્યાનમાં રાખીને આ નવો ચાર્જ આગામી નવા વર્ષમાં અમલમાં આવી શકે છે.

આ સમગ્ર મામલા પાછળનો મુખ્ય હેતો UPI ના વિશાળ ડિજિટલ માળખાને વધુ મજબૂત બનાવવાનો અને તેને સાયબર જોખમો તથા છેતરપિંડીથી સુરક્ષિત રાખવાનો છે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાછળ દર વર્ષે UPI વ્યવહારોનું સંચાલન કરવા માટે ₹૧૦,૦૦૦ કરોડથી વધુનો ખર્ચ થાય છે. જો કે, આ ફીને લઈને જનતામાં ફેલાયેલી ગેરસમજને દૂર કરતાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સામાન્ય નાગરિકો કે ગ્રાહકોએ આ ફી ચૂકવવાની રહેશે નહીં. આ ચાર્જ માત્ર વેપારીઓને મળતી ₹૨,૦૦૦ થી વધુની રકમ પર જ લાગુ થશે, જેમાં મહત્તમ મર્યાદા ₹૩૦0 સુધીની હોઈ શકે છે.

જ્યાં સુધી નવી તારીખ જાહેર થવાનો સવાલ છે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા નાણા મંત્રાલયની લીલી ઝંડી મળ્યા બાદ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. અગાઉ ફી લાગુ થવાની અફવાઓથી નાના વેપારીઓમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ UPI પેમેન્ટ સ્વીકારવામાં ખચકાતા હતા. આ જ કારણ છે કે સરકાર અને NPCI આ વખતે કોઈ પણ પગલું ફૂંકી-ફૂંકીને ભરી રહ્યા છે જેથી વેપારીઓનો વિશ્વાસ જળવાઈ રહે અને ડિજિટલ ઈન્ડિયાના આ મહા અભિયાનને કોઈ આંચકો ન લાગે.

(11:05 PM IST)