તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
અજીત ડોભાલ-સામંત ગોયલને સમન્સ પાઠવો અમેરિકી કોર્ટનો દિલ્હીની કોર્ટને સ્પષ્ટ નિર્દેશ

નવ દિલ્હી,તા.૨૦: અમેરિકન જિલ્લા કોર્ટના ન્યાયધીશ કેથરિન પોલ ફૈલાએ દિલ્હીની ત્રણ કોર્ટને આશ્વર્યજનક રીતે સમન્સ પાઠવવાનો નિર્દેશ કર્યો છે. દિલ્હીની કોર્ટને મળેલા નિર્દેશ પ્રમાણે સમન્સ બીજા કોઈને નહીં, દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ, રોના પૂર્વ વડા સામંત ગોએલને બજવવાનું છે!
ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિહ પન્નુએ કરેલી એક અરજીના સંદર્ભમાં અમેરિકાની ન્યૂયોર્ક જિલ્લા કોર્ટે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિગ (રો)ના પૂર્વ વડા સામંત ગોયલને સમન્સ પાઠવવા માટે દિલ્હીની ત્રણ કોર્ટને નિર્દેશ કર્યો છે. ન્યૂયોર્ક જિલ્લા કોર્ટના જજ કેથરિન પોલ ફૈલાએ કોર્ટના ક્લાર્કને આદેશ આપ્યો છે કે આંતરરાષ્ટ્રીય કૂરિયર સર્વિસની મદદથી દોભાલ-ગોએલના સમન્સના દસ્તાવેજો દિલ્હીની ત્રણ કોર્ટને મોકલવામાં આવે. એ ત્રણ કોર્ટમાં પટિયાલા હાઉસ જિલ્લા કોર્ટ, દ્વારકા જિલ્લા કોર્ટ અને તીસ હજારી જિલ્લા કોર્ટનો સમાવેશ થાય છે.
અગાઉ આ મુદ્દે હેંગ કન્વેન્શન અંતર્ગત સમન્સ બજાવવાની પ્રોસેસ થઈ હતી, પરંતુ એ સમન્સની પ્રોસેસ નાકામ રહી હતી. તેના પરિણામે અમેરિકન કોર્ટના ન્યાયધીશે સીધો દિલ્હીની ત્રણ કોર્ટોને જ તેમના વતી સમન્સ પાઠવવા નિર્દેશ કરી દેતા આ ઘટના ચર્ચાસ્પદ બની છે. અગાઉ આ મુદ્દે અમેરિકન વિદેશ મંત્રાલય પાસે આ સમન્સ પહોંચ્યા હતા અને વિદેશ મંત્રાલયે ભારતના દૂતાવાસને દસ્તાવેજો આપ્યા હતા. સૂત્રોના કહેવા પ્રમાણે આ એક સામાન્ય પ્રક્રિયા છે. તેમાં દિલ્હીની અદાલતોએ કોઈ પણ કાર્યવાહી કરવી ફરજિયાત હોતી નથી.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
