તા. ૧૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૭ સોમવાર
News of Monday, 16th November 2026
અમેરિકામાં મકાનોનું વેચાણ ઠપ્પ થઈ ૧૬ વર્ષના તળિયે પહોંચી ગયું
મોર્ગેજ રેટમાં થયેલા વધારાની સાથે-સાથે વધતી મોંઘવારી સહિતના કારણોને લીધે મકાનોની લે-વેચ ઘટી ગઈ

ન્યૂયોર્ક તા.૧૬: અમેરિકામાં મકાનોની લે-વેચ સાવ ઠપ્પ થઈ ગઈ હોય તેવો માહોલ છે, દેશમાં મકાનોનું વેચાણ ૧૬ વર્ષના તળિયે પહોંચ્યું હોવાનું ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે, તો બીજી તરફ મોર્ગેજ રેટ્સમાં છેલ્લા ચાર વીકમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે પરંતુ હજુય તે સાત ટકાની ઉપર છે. યુએસમાં ૩૦ વર્ષની ફિક્સ રેટ ધરાવતી મોર્ગેજ સૌથી પોપ્યૂલર છે જે સામાન્ય ઘટાડા બાદ હાલ પણ એવરેજ ૭.૧૧ ટકાના વ્યાજ દર પર મળી રહી છે, હજુ એક વર્ષ પહેલા જ આ રેટ ૬.૨૪ ટકા જેટલો હતો. જે ઘટાડા બાદ પણ હજુય ગયા વર્ષની સરખામણીએ ૦.૮૭ ટકા જેટલો વધારે છે. જો મોર્ગેજ રેટ સાત ટકાથી ઓછા થાય તો હાઉસિગ સેગમેન્ટમાં સુધારો થાય તેવી આશા સેવાઈ રહી છે પરંતુ એક્સપર્ટ્સનું માનવું છે કે આવનારા મહિનામાં હોમ લોન સસ્તી થાય તેવી લગભગ કોઈ શક્યતા નથી દેખાઈ રહી.
હાઉસિંગ.કોમ નામની એક વેબસાઈટના ચીફ રેસિડેન્શિયલ ઈકોનોમિસ્ટ બ્રેડ કેસે આ અંગે ન્યૂયોર્ક ટાઈમ્સ સાથે વાત કરતા જણાવ્યું કે મકાનોની કિમત ઘણી વધારે હોવાથી ઘણા અમેરિકન્સ માટે પોતાનું ઘર લેવું અનઅફોર્ડેબલ બની ગયું છે. તેમનું એવું પણ માનવું હતું કે હાઉસિંગ અફોર્ડેબિલિટીમાં કોઈ સુધારો થાય તેવું હાલના માહોલને જોતા જરાય નથી લાગી રહ્યું, કારણકે મોર્ગેજ રેટ્સમાં ઘટાડો થવાના કોઈ અણસાર નથી. ઉંચા મોર્ગેજ રેટ્સ અને મોઘવારીમાં થયેલા વધારાને કારણે બાયર્સ અને સેલર્સ બંનેય સ્થિતિમાં ક્યારે સુધારો થશે તેની રાહ જોતા બેઠા છે, જેના કારણે માર્કેટ સાવ ઠંડુ પડી ચૂક્યું છે. માર્કેટમાં પહેલાથી વેચાણ માટે ઉપલબ્ધ હોય તેવા એગ્ઝિસ્ટિંગ હોમ્સનું વેચાણ ઓક્ટોબર ૨૦૨૫ની સરખામણીએ ચાલુ વર્ષે ૮.૮ ટકા જેટલું ઓછું થયું છે જ્યારે મંથ ઓન મંથ તેમાં સાડા પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે તેવું ગત ગુરુવારે નેશનલ અસોસિએશન ઓફ રિયાલ્ટર્સ એટલે કે ફખ્ય્ના આંકડામાં જણાવાયું હતું.
આ રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે પહેલાથી જ વેચાણ માટે ઉપલબ્ધ હોય તેવા મકાનોના વેચાણનો વાર્ષિક આંકડો સીઝનલ એડજસ્ટમેન્ટ બાદ ૩.૭૫ મિલિયન નોંધાયો છે જે ઓગસ્ટ ૨૦૧૦ બાદ સૌથી નીચો રહ્યો છે. જો એક વર્ષમાં પાંચેક મિલિયન જેટલા એક્ઝિસ્ટિંગ હોમ્સ વેચાય તો માર્કેટની સ્થિતિ સામાન્ય છે તેવું માનવામાં આવે છે. તેનાથી વિરૂદ્ધ હાલ બાયર્સની સાથે-સાથે સેલર્સ માટે પણ સ્થિતિ ખાસ્સી ચેલેન્જિંગ બનેલી છે. નેશનલ અસોસિએશન ઓફ રિયાલ્ટર્સના ચીફ ઈકોનોમિસ્ટ લોરેન્સ યનનું માનવું છે કે બાયર્સ અને સેલર્સ બંને હાલ મુશ્કેલીમાં છે અને તેમાંય ૨૦૨૬માં મકાનોનું વેચાણ ચિતાજનક રીતે ઓછું રહેશે તેવા સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે. ચાલુ વર્ષના છેલ્લા ત્રણ મહિના દરમિયાન વેચાયેલા મકાનોના આંકડા મળી જાય ત્યારબાદ ખબર પડશે કે આ વર્ષ કેટલું ચેલેન્જિંગ રહ્યું અને આગામી સમય કેવો રહેવાનો છે. તેવી જ રીતે લિસ્ટિંગ વેબસાઈટ રિયાલ્ટર.કોમના ચીફ ઈકોનોમિસ્ટ ડેનિયલ હેલનું માનવું છે કે અફોર્ડેબિલિટી ચેલેન્જિસ આગામી કેટલાક મહિના સુધી યથાવત રહેવાની છે.
ડેનિયલનું એવું પણ કહેવું છે કે મકાનોના વેચાણની હાલની સ્થિતિને ન્યૂ નોર્મલ જરાય ના કહી શકાય અને ખરેખર તો આ ટ્રેન્ડ પાછળ ફાઈનાન્શિયલ એન્વાયર્મેન્ટ તેમજ ઈલેક્શન પહેલાના પિરિયડમાં જોવા મળતી આર્થિક અને નીતિગત અનિヘતિતાઓ જવાબદાર છે. આ ઉપરાંત અમુક સીઝનમાં હાઉસિગ માર્કેટ ઠંડુ પણ પડી જતું હોય છે. આ ત્રણેય બાબતોની અસર એક સાથે જોવા મળતાં મકાનોની લે-વેચ સાવ ધીમી પડી ગઈ છે પરંતુ હાલનો માહોલ હંગામી છે અને અત્યારનો ટ્રેન્ડ રિવર્સ થવાના પણ પૂરા ચાન્સ છે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
