<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

જીએસટીની ચોરી રોકવા આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સનો ઉપયોગ

જીએસટીની ચોરીની દ્રષ્ટિએ જોખમ ધરાવતા કરદાતાઓને ટાર્ગેટ બનાવવા પણ એઆઈનો ઉપયોગ કરવામાં આવશે

નવી દિલ્‍હી,તા.૨૩: ભારત ગુડ્‍સ એન્‍ડ સ વસ ટેક્‍સની વ્‍યવસ્‍થામાં સરકારી તંત્ર કર પાલન સુધારવા માટે તથા રિફંડની પ્રક્રિયાને ઝડપી બનાવવા અને કરચોરી સામે લડવા માટે આ ટફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ, મશીન લ નગ અને એડવાન્‍સ્‍ડ ડેટા એનાલિટિક્‍સનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધારી રહ્યા છે. ગુડ્‍સ એન્‍ડ સ વસ ટેક્‍સ લાગુ થયાના લગભગ એક દાયકા પછી હવે કર વહીવટના માત્ર ડિજિટાઇઝેશનથી આગળ વધીને ઇન્‍ટેલિજન્‍ટ ઓટોમેશન તરફ ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવી રહ્યું છે.

જીએસટી કચેરીના જાણકાર સૂત્રોનું કહેવું છે કે આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સનો ઉપયોગ હવે કરદાતાના વ્‍યવહારનું વિશ્‍લેષણ કરવા, જોખમની પેટર્ન ઓળખવા, ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ  રજીસ્‍ટ્રેશનમાં મદદ કરવા, રિટર્નની ચકાસણી કરવા અને ઉચ્‍ચ જોખમ ધરાવતા કરદાતાઓને લક્ષ્ય બનાવવા માટે થઈ રહ્યો છે. તેમ જ નિયમોનું પાલન કરતા વ્‍યવસાયો માટે માનવ હસ્‍તક્ષેપ ઘટાડવામાં આવી રહ્યો છે.

તદુપરાંત જીએસટીનું પાલન બરાબર થતું રહે તે માટે માહિતીને એક વિભાગથી બીજા વિભાગ સુધી પહોંચાડવાના ટ્ટ સહયોગને આગામી વરસો કરતાં હવે વધુ મજબૂત રીતે ઉપયોગ કરવામાં આવશે. ભારત સરકાર જોખમ મૂલ્‍યાંકનને મજબૂત કરવા અને કમ્‍પ્‍લાયન્‍સ-કાયદાના પાલનની પ્રક્રિયા પર દેખરેખ રાખવાની કામગીરીમાં સચોટતાને વધુ ચોકસાઈપૂર્ણ કરવા માટે જીએસટી, કસ્‍ટમ્‍સ અને ઈનકમ ટેક્‍સ ડેટાને એકીકૃત કરી રહી છે. આ વ્‍યવસ્‍થાના કડક અમલીકરણની સાથે, વ્‍યવસાયોને ઝડપી જીએસી રિફંડ, સરળ કમ્‍પ્‍લાયન્‍સ પ્રક્રિયાઓ અને ઓડિટના બોજમાં ઘટાડાનો લાભ મળે તેવી ગણતરી મૂકવામાં આવી રહી છે. ઉદ્યોગ જગત પણ જીએસટી ટેક્રોલોજીની લેટેસ્‍ટ સુવિધા આપવામાં આવે તે માટેની માગણી કરી રહ્યા છે. આ સંદર્ભમાં  તાજેતરમાં કરવામાં આવેલા સરવેમાં બહાર આવ્‍યું છે કે ૮૯ ટકા વ્‍યવસાયો ભવિષ્‍યના જીએસટીએન ૨.૦ના પ્‍લેટફોર્મમાં પ્રી-ફિલ્‍ડ રિટર્ન અને વ્‍યવહાર ડેટાના ઇન્‍ટેલિજન્‍ટ મેચિગ સાથે આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ-સંચાલિત રીકોન્‍સિલિયેશન અને ઓટોમેટેડ કમ્‍પ્‍લાયન્‍સ સુવિધાઓ ઇચ્‍છે છે.

વેપારીઓના વેપારને આધારે જીએસટીની ગણતરીઓ અને રિટર્નમાં આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સને સુરક્ષિત રીતે સામેલ કરવામાં આવી રહ્યું છે. મૂલ્‍ય વર્ધિત વેરાના નિર્ધારણ, રિટર્ન અને ઈ-ઇન્‍વોઇસિગને વધારવા માટે ૨૦૨૩થી આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સનો ઉપયોગ કરી રહ્યું છે.

 

(9:57 AM IST)