તા. ૨૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૬ બુધવાર
News of Friday, 6th November 2026
યુઝર્સ સાવધાનઃ એન્ડ્રોઈડ ૧૪થી ૧૭ સુધીના સ્માર્ટફોનમાં હેકિગનું જોખમ
કેન્દ્રની સાઈબર સિક્યોરિટી એજન્સીની ચેતવણી : ઓપરેટિગ સિસ્ટમ એન્ડ્રોઈડમાં ઘણી ખામી જણાઈઃ સરકારી એજન્સીએ ૧૪થી ૧૭ના વર્ઝનને ક્રિટિકલ રેટિગ આપ્યું

નવી દિલ્હીઃ તા.૬: કેન્દ્ર સરકારની સાઈબર સિક્યોરિટી એજન્સી સર્ટ-ઈને એક નોટિફિકેશનમાં એન્ડ્રોઈડ યુઝર્સને સાવધાન રહેવાની સલાહ આપી છે. કેન્દ્રીય સાઈબર સિક્યોરિટી એજન્સીના ધ્યાનમાં એન્ડ્રોઈડના વર્ઝનમાં સુરતાને લગતી ગંભીર ખામીઓ જણાઈ છે. દેશના કરોડો યુઝર્સ સામે હેકિગનો ખતરો મંડરાઈ રહ્યો છે. એજન્સીએ ચેતવણી આપી છે તે પ્રમાણે તો ભારતમાં ચાલતા તમામ એન્ડ્રોઈડ ફોન પર જોખમ છે.
મોબાઈલ ઓપરેટિગ સિસ્ટમ એન્ડ્રોઈડથી ચાલતા ફોનનો આંકડો દેશમાં ૯૪ ટકા જેટલો ઊંચો છે. મોટાભાગના લોકો એન્ડ્રોઈડથી ચાલતા ફોનનો વપરાશ કરે છે. આવી સ્થિતિ વચ્ચે કેન્દ્રીય સાઈબર સુરક્ષા એજન્સી સર્ટ-ઈને ચિતાજનક નોટિફિકેશન આપ્યું છે. એન્ડ્રોઈડના ૧૪થી ૧૭ સુધીના તમામ વર્ઝન્સમાં સુરક્ષાને લગતી ખામી સામે આવી છે. તેનો ગેરલાભ લઈનેહ હેકર્સ સ્માર્ટફોન યુઝર્સને ટાર્ગેટ કરી શકે છે. દેશમાં અત્યારે મોટા ભાગના ફોન્સ અથવા કહો કે લગભગ બધા જ ફોન્સ ૧૪થી ૧૭ના એન્ડ્રોઇડ વર્ઝનથી ચાલે છે.
એન્ડ્રોઈડ-૧૭ વર્ઝન તો આ વર્ષે જૂનમાં જ લોંચ થયું હતું. ૨૦૨૩માં એન્ડ્રોઈડ-૧૪ વર્ઝન આવ્યું હતું. એ રીતે જોવા જઈએ તો છેલ્લા ચાર વર્ષમાં ખરીદાયેલા તમામ સ્માર્ટફોન યુઝર્સ પર હેકિંગનું જોખમ છે.
એજન્સીના કહેવા પ્રમાણે હેકર્સ ફોનને જુદી જુદી રીતે પ્રભાવિત કરી શકે છે. આખેઆખા ફોન પર કંટ્રોલ મેળવવાથી લઈને કોઈ રીતે માલવેર ધૂસાડીને પણ ડેટા ચોરી શકે છે. ઉલ્લેખનીય છે કે ગૂગલે થોડા દિવસ પહેલાં જ એન્ડ્રોઈડમાં ખામી હોવાનું એલર્ટ આપ્યું હતું. ગૂગલે તો ત્યાં સુધી કહેલું કે એન્ડ્રોઈડમાં જે ખામી છે તેના કારણે હેકર્સને યુઝર્સની પરવાનગીની કેની જ છે તેમ જાણવું એ સી જ ફોનનો કંટ્રોલ મેળવી શકે છે. સર્ટ-ઇન ભલામણ કરી હતી કે જો મોબાઈલમાં અપડેટ બતાવવુ હોય વિલંબ કર્યા વગર તુરંત ફોન અપડેટ કરી દેવો જોઈએ. મોબાઈલ કંપનીએ આ ભૂલ સુધારીને નવા સુરક્ષા ફીચર્સ ઉમેર્યા છે એટલે ફોનમાં સલામતી વધી જાય છે. જો તમારા ફોનમાં ૧-૧૦-૨૦૨૯ પછીનું સિક્યુરિટી પેચ લેવલ હોય તો ભલે તમારો ફોન એન્ડ્રોઈડના કોઈ પણ વર્ઝનથી ચાલતો હશે, છતાં સલામત છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
