તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Thursday, 28th May 2026
વાલ્મીકી આશ્રમ વિશેષ છે, ત્યાંથી આપણને રામાયણ મળી છેઃ પૂ.મોરારીબાપુ
મહારાષ્ટ્રના લાતુર- કિલ્લારીમાં ‘માનસ વાલ્મિકી આશ્રમ' શ્રી રામકથા શ્રવણનો લાભ લેતા ભાવિકો

રાજકોટ તા.૨૮: મહારાષ્ટ્રની ભૂમિ કિલ્લારી (લાતુર) ગામની ધરતી પર પરમ પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ વાલ્મીકી આશ્રમ'ના ચોથા દિવસે ગઇકાલે કથાનો પ્રેમ સંવાદ આગળ થપાવતા પૂ.મોરારીબાપુએ કથામંડપમાં મંગળવારે સાંજે પ્રેમસભામાં વારકરી પરંપરાના ‘‘ચક્રીભજન''ના કાર્યક્રમની પ્રસન્નતા વ્યકત કરતા કહયુ હતું કે, એ ખાલી ચક્રીભજન નહોતુ, મારી દ્રષ્ટિએ ‘‘સુદર્શન ચક્રી ભજન'' હતું. બાપુએ ભગવતગીતાના એક શ્લોકનો સંદર્ભ આપીને આ ‘‘ચક્રીભજન''નો મહિમા બતાવ્યો હતો. બાપુએ કહયુ કે મેં પણ આ સુદર્શન ચક્રી ભજનનું પ્રથમ વખત જ શ્રવણ-દર્શન કર્યુ છે. વારકરી સંપ્રદાયના કીર્તન- ભજન તો સાંભળ્યા હતા પણ આવુ ચક્રીભજન પહેલી વાર માણ્યુ. અભંગ રચનાઓ ઘણા સર્જકોએ રચી છે પણ તુકારામના અભંગ મને વિશેષ સરળ લાગે છે. ‘‘તુકારામ'' ભગવાન તરીકે ઓળખાયા છે. આ ‘‘ચક્રીભજન'' આપણે તલગાજરડા પણ બોલાવશુ. મે આ લોકોને કહયુ કે તમે બધા જ આવો. દુનિયાની સર્વ સાત્વિક કલાઓને તલગાજરડામાં લાવવી મને ગમે છે. ‘‘રામ કૃષ્ણ હરિ'' એ તુકારામનો સ્વપ્ન મંત્ર છે. જે આખા જગતને જાગૃત કરે છે.
બીજો એક પ્રશ્ન પૂછાયો છે કે- બાપુ, ‘વાલ્મીક રામાયણ'ને ‘રામચરિતમાનસ' જેટલી પ્રસિધ્ધિ કેમ ન મળી? જવાબઃ વાલ્મીકીજીનું રામાયણ સંસ્કૃત ભાષામાં છે એટલે સૌ કોઇ સમજી ન શકે પણ મુળ રામાયણ તો વાલ્મીકી રામાયણ જ વાલ્મીકી આશ્રમ વિશેષ છે કેમ કે આપણને ત્યાંથી રામાયણ મળી છે. રામ-બ્રહ્મને સ્થાન બતાવે એ મહામુની વાલ્મીક છે. વાલ્મીક રામાયણમાં ચોવીસ હજાર શ્લોકો છે અને એનો પ્રથમ શબ્દ ૐ છે. એક એક હજાર શ્લોક પછી વાલ્મીકીજી ૐ શબ્દથી આગળની વાતો લખે છે. ‘ૐ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર વહેણ્યં..' એ ગાયત્રીમાંનો વિસ્તાર વાલ્મીકિ રામાયણ છે.-મનોજ જોશી-‘મજો' રાજકોટ મો. ૮૧૪૦૨ ૧૩૧૩૦, ૯૪૨૬૨ ૪૨૧૧૫.(૨.૧૮)
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
