તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Tuesday, 15th September 2026
મુંબઈથી વૈશ્વિક સ્તરે બિઝનેસ સામ્રાજ્ય રચવા તરફ આગળ વધતા વરુણ અજય જોશીની પ્રેરણાદાયી સફર: વારસામાં મળેલા વ્યાપાર વગર માત્ર પોતાની મહેનત અને દ્રઢ સંકલ્પથી ઊભી કરી વૈશ્વિક ઓળખ
અનેક નિષ્ફળતાઓ અને પડકારો વચ્ચે પાંચ વર્ષ સુધી બુટસ્ટ્રેપિંગ કરીને કેરિયર અને રિયલ એસ્ટેટ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં સ્થાપિત કર્યું નામ; પિતાના અવિરત વિશ્વાસ અને માર્ગદર્શન થકી દુબઈ સહિતના આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વિસ્તરણ માટે સજ્જ

મુંબઈ :વર્તમાન સમયમાં જ્યારે અનેક વ્યાપારી ઘરાનાઓ પોતાના વારસાના જોરે વ્યાપારનો વિસ્તાર કરી રહ્યા છે, ત્યારે કોઈ પણ કૌટુંબિક વ્યાપારી પૃષ્ઠભૂમિ કે વારસા વગર શૂન્યમાંથી સર્જન કરનાર પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક (ફર્સ્ટ-જનરેશન એન્ટરપ્રિન્યોર) વરુણ અજય જોશીની સફર આજના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની છે. મુંબઈની ગલીઓ અને ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી તેમની સફર આજે કેરિયર ઇન્ટેલિજન્સ અને રિયલ એસ્ટેટ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે પાંખો ફેલોવી રહી છે.
મુંબઈમાં જન્મેલા અને ઉછરેલા વરુણ જોશીએ કોલેજકાળ દરમિયાન જ વિવિધ પહેલો અને ક્ષેત્રોમાં સક્રિય યોગદાન આપવાનું શરૂ કર્યું હતું. તેમણે યુવા અને રમતગમત મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત અને વૈશ્વિક સ્તરે Y20 તેમજ G20 ઇકોસિસ્ટમ સુધી વિસ્તરેલા એક પ્રખ્યાત ગ્લોબલ ફેસ્ટિવલના મુખ્ય સ્થાપક સભ્ય તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ શરૂઆતી અનુભવે તેમને વિશ્વાસ અપાવ્યો કે કોઈ પણ મજબૂત વિચાર તેની મૂળ સીમાઓ ઓળંગીને વિશાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.
વર્ષ ૨૦૨૨માં વરુણ જોશી સામે દુબઈ ખાતે કામ કરવાના અનેક આકર્ષક અને તૈયાર મોકા આવ્યા હતા. સરળ રસ્તો ઉપલબ્ધ હોવા છતાં, તેમણે કંઈક પોતાનું, અર્થપૂર્ણ અને ચોક્કસ હેતુ ધરાવતું ઊભું કરવાનો નિર્ણય લીધો. તેમણે નોકરી કે સુરક્ષિત રસ્તો પસંદ કરવાને બદલે ઉદ્યોગસાહસિકતાનો કઠિન માર્ગ પસંદ કર્યો.
કોઈ કૌટુંબિક બિઝનેસ નેટવર્ક કે માર્ગદર્શિકા ન હોવા છતાં, તેમણે પાંચ વર્ષ સુધી સતત બુટસ્ટ્રેપિંગ, વિવિધ પ્રયોગો, ભૂલોમાંથી શીખવાની પ્રક્રિયા અને અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પોતાની સફર ચાલુ રાખી. આ દરમિયાન કેટલાક નિર્ણયો નિષ્ફળ ગયા અને અનેક સંબંધો પણ છૂટી ગયા, પરંતુ તેમણે હાર ન માની. આ કઠિન યાત્રામાં તેમના પિતા અજય જોશીનો અવિરત સપોર્ટ અને વિશ્વાસ તેમની સૌથી મોટી શક્તિ બની રહ્યો. પિતાના આંતરિક વિશ્વાસે વરુણ જોશીને વિપરીત પરિસ્થિતિઓમાં પણ આગળ વધવાની હિંમત પૂરી પાડી.
"મોડું થઈ શકે છે પણ નકારાઈ શકાતું નથી" અને "દબાણ એ એક લહાવો છે" જેવા સકારાત્મક અભિગમ સાથે કામ કરતા વરુણ જોશીએ કેરિયર અને રિયલ એસ્ટેટ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે મેળવેલી સફળતા બાદ હવે વૈશ્વિક માર્કેટમાં વિસ્તરણનું પ્લાનિંગ પૂર્ણ કરી લીધું છે. પોતાના સંકલ્પ, અથાક પરિશ્રમ અને ઈશ્વરીય કૃપા પર શ્રદ્ધા ધરાવતા વરુણ જોશીનું માનવું છે કે વૈશ્વિક સ્તરે પોતાના બિઝનેસને નવી ઊંચાઈઓ પર લઈ જવાની આ તો માત્ર શરૂઆત છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
