<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

કેરળના મુખ્યમંત્રી તરીકે વીડી સતીશને લીધા શપથ : ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓ હાજર

લગભગ છ દાયકામાં આ પહેલી વાર બનશે જ્યારે કેરળમાં કોઈ મુખ્યમંત્રી તેમના સમગ્ર મંત્રીમંડળ સાથે શપથ લીધા

કેરળમાં નવી કોંગ્રેસ-નેતૃત્વવાળી યુડીએફ સરકારનો શપથ ગ્રહણ સમારોહ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીડી સતીશને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ અને પ્રિયંકા ગાંધીની હાજરીમાં કેરળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ આરવી આર્લેકરે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા 

વીડી સતીસશની સાથે સમગ્ર 20 સભ્યોના મંત્રીમંડળે પણ શપથ લીધા. લગભગ છ દાયકામાં આ પહેલી વાર બનશે જ્યારે કેરળમાં કોઈ મુખ્યમંત્રી તેમના સમગ્ર મંત્રીમંડળ સાથે શપથ લઈ રહ્યા છે.

 

કેરળમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ત્રણ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ હાજરી આપી.

સતીશન સાથે 20 સભ્યોના મંત્રીમંડળમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રમેશ ચેન્નીથલા, કે મુરલીધરન અને કેપીસીસીના વડા સન્ની જોસેફ, મોન્સ જોસેફ, શિબુ બેબી જોન, અનૂપ જેકબ, સીપી જોન, એપી અનિલ કુમાર, ટી સિદ્દીકી, પીસી વિષ્ણુનાથ, રોઝી એમ જોન, બિંદુ કૃષ્ણા, એમ લીજુ, કેએ તુલસી અને ઓજે જાનિશનો સમાવેશ થાય છે.

 

યુડીએફના સૌથી મહત્વપૂર્ણ સાથી, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) ને આ સરકારમાં નોંધપાત્ર મહત્વ આપવામાં આવ્યું છે. IUML એ નવા મંત્રીમંડળમાં પાંચ મંત્રી પદ મેળવ્યા છે. પીકે કુન્હાલીકુટ્ટી, પીકે બશીર, એન શમસુદ્દીન, કેએમ શાજી અને વીઇ અબ્દુલ ગફૂર મંત્રી તરીકે શપથ લેશે.

(11:25 AM IST)