News of Friday, 11th September 2026
બેંકોને રૂ. ૧૪,૧૩૧ કરોડની મિલકતો પરત મળવા છતાં વિજય માલ્યા સામે મની લોન્ડરિંગ કેસ ચાલુ રહેશે, બોમ્બે હાઇકોર્ટમાં ઇડીએ કહ્યું વસૂલાતથી ફોજદારી આરોપો ખતમ થતા નથી
મની લોન્ડરિંગ, બેંક છેતરપિંડી અને કથિત ગુનાની આવકને કાયદેસર દર્શાવવાના આરોપોની ફોજદારી જવાબદારી અલગ બાબ

મુંબઈ: વિજય માલ્યા સાથે જોડાયેલી રૂ. ૧૪,૧૩૧.૬૦ કરોડની મિલકતો બેંકોને સોંપવામાં આવી હોવા છતાં તેમની સામેની મની લોન્ડરિંગ કાર્યવાહી આપમેળે બંધ નહીં થાય.
ઇડીએ બોમ્બે હાઇકોર્ટ સમક્ષ જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે મિલકતોની જપ્તી અને બેંકોને રકમ પરત આપવાની પ્રક્રિયા પીડિત ધિરાણદાતાઓની વસૂલાત સાથે જોડાયેલી છે. જ્યારે મની લોન્ડરિંગ, બેંક છેતરપિંડી અને કથિત ગુનાની આવકને કાયદેસર દર્શાવવાના આરોપોની ફોજદારી જવાબદારી અલગ બાબત છે.
માલ્યાએ દાવો કર્યો છે કે બેંકોની રૂ. ૬,૨૦૩ કરોડની ચુકાદા મુજબની માંગ સામે રૂ. ૧૪ હજાર કરોડથી વધુની મિલકતો વસૂલવામાં આવી છે અને વધારાની રકમ અંગે હિસાબ આપવો જોઈએ. બીજી તરફ તપાસ એજન્સીનું કહેવું છે કે દેવું વસૂલ થઈ જવાથી અગાઉ થયેલા કથિત ગુનાઓ રદ થતા નથી. માલ્યા વર્ષોથી બ્રિટનમાં રહે છે અને ભારત તેમને પ્રત્યાર્પિત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. મામલો અદાલતી વિચારણા હેઠળ હોવાથી અંતિમ નિર્ણય હાઇકોર્ટ કરશે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
