<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

વોટ ચોરીઃ વિપક્ષનું હલ્લાબોલઃ રાહુલ-પ્રિયંકાના ધરણા

આકાશવાણી ભવનમાં ઘુસતા પોલીસે અટકાવ્‍યા તો રાહુલ ગાંધી બેરિકેડ ઉપર ચડી ગયાઃ ઈન્‍ડીયા બ્‍લોકના ૧૪૦થી વધુ સાંસદોનું SIR ચુંટણી પંચ વિરૂધ્‍ધ માર્ચ : અખિલેશ, અભિષેક બેનર્જી, ડેરેક માટે બ્રયન સહિત અનેક નેતાઓની અટકાયતઃ સરકાર-ચૂંટણી પંચ વિરૂધ્‍ધ આક્રોશ

નવી દિલ્‍હી, તા.૬: વિપક્ષ ચૂંટણી પંચની કામગીરી અને મતદાર યાદીના સ્‍પેશિયલ ઇન્‍ટેન્‍સિવ રિવિઝન પર સતત વિરોધ કરી રહ્યું છે. આ સંદર્ભમાં  વિપક્ષી ગઠબંધન ઇન્‍ડિયા બ્‍લોક દિલ્‍હીના રસ્‍તાઓ પર ઉતર્યું. ઇન્‍ડિયા બ્‍લોકના નેતાઓ સંસદ ભવનથી ચૂંટણી પંચ મુખ્‍યાલય સુધી કૂચ કરી રહ્યા છે. તેઓ સેવ માય વોટ ના નારાવાળા પોસ્‍ટરો પકડીને મુખ્‍ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને TMC સાંસદ અભિષેક બેનર્જી સહિત અનેક અગ્રણી વિપક્ષી નેતાઓ અને સાંસદો આ કૂચમાં જોડાયા છે.  આ વિરોધ દરમિયાન પોલીસે સુરક્ષાના કડક બંદોબસ્‍ત વચ્‍ચે વિપક્ષી નેતાઓને આગળ વધતા અટકાવ્‍યા હતા, જેના કારણે પોલીસ અને નેતાઓ વચ્‍ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ અસહકાર દર્શાવતા પોલીસ બેરિકેડ પર ચઢીને ઉત્‍સાહપૂર્વક રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવ્‍યો હતો. સોશિયલ મીડિયા પર આક્રમક અંદાજમાં પ્રહાર કરતા રાહુલ ગાંધીએ લખ્‍યું હતું કે, જ્ઞાનેશ, થઈ ગયું ભાઈ. રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. દેખાવો વધુ ઉગ્ર બનતા દિલ્‍હી પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્‍ય અગ્રણી નેતાઓની થોડા સમય માટે અટકાયત કરી હતી, જેમને બાદમાં આકાશવાણી ભવન પરિસરમાં રાખવામાં આવ્‍યા હતા. રાહુલ ગાંધીને આકાશવાણી ભવનમાં પ્રવેશ કરતી વખતે અટકાવવામાં આવ્‍યા હતા. તેઓ આકાશવાણી ભવન થઈને ચૂંટણી પંચ કાર્યાલય પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમને ગેટ પર જ અટકાવવામાં આવ્‍યા હતા. અહેવાલો અનુસાર, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલે ચૂંટણી પંચથી લગભગ ૨૦૦ મીટર દૂર ધરણા પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસના ઘણા કાર્યકરો આકાશવાણી ભવન ગેટની બહાર પહોચ્‍યા છે.

 કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કરતા જણાવ્‍યું હતું કે દેશના નાગરિકોના મૂળભૂત અધિકારો અને લોકશાહી મૂલ્‍યો પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયા આપતા આક્ષેપ કર્યો હતો કે ભાજપ પોતે જ સીઇસી જેવું વર્તન કરી રહી છે અને એક રાષ્‍ટ્ર, એક ચૂંટણીનો હેતુ માત્ર ચૂંટણી પ્રક્રિયાને મર્યાદિત કરવાનો છે. ટીએમસી સાંસદ સાગરિકા ઘોષે પણ પ્રહાર કરતા જણાવ્‍યું હતું કે જ્ઞાનેશ કુમાર હવે નિષ્‍પક્ષ રહીને શાસક પક્ષના હિતમાં કામ કરી રહ્યા છે.

આ ઐતિહાસિક માર્ચમાં કોંગ્રેસ, એસપી અને ટીએમસી સહિત આશરે ૧૯ વિરોધ પક્ષોના દિગ્‍ગજ નેતાઓ જોડાયા હતા, જોકે આમ આદમી પાર્ટી અને ડીએમકેએ આ માર્ચથી પોતાની જાતને અલગ રાખી હતી. વિપક્ષી ગઠબંધનના આક્રમક વલણને કારણે આગામી દિવસોમાં સંસદ અને સંસદ બહાર રાજકીય ગરમાવો વધુ તીવ્ર બનવાના સ્‍પષ્ટ એંધાણ મળી રહ્યા છે, કારણ કે વિપક્ષે સ્‍પષ્ટ કરી દીધું છે કે જ્‍યાં સુધી મતદાર યાદીની પારદર્શિતા સુનિヘતિ નહીં થાય ત્‍યાં સુધી આ લડાઈ અટકશે નહીં.

કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કરતા જણાવ્‍યું હતું કે દેશના નાગરિકોના મૂળભૂત અધિકારો અને લોકશાહી મૂલ્‍યો પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયા આપતા આક્ષેપ કર્યો હતો કે ભાજપ પોતે જ સીઇસી જેવું વર્તન કરી રહી છે અને એક રાષ્‍ટ્ર, એક ચૂંટણીનો હેતુ માત્ર ચૂંટણી પ્રક્રિયાને મર્યાદિત કરવાનો છે. ટીએમસી સાંસદ સાગરિકા ઘોષે પણ પ્રહાર કરતા જણાવ્‍યું હતું કે જ્ઞાનેશ કુમાર હવે નિષ્‍પક્ષ રહીને શાસક પક્ષના હિતમાં કામ કરી રહ્યા છે.

આ ઐતિહાસિક માર્ચમાં કોંગ્રેસ, એસપી અને ટીએમસી સહિત આશરે ૧૯ વિરોધ પક્ષોના દિગ્‍ગજ નેતાઓ જોડાયા હતા, જોકે આમ આદમી પાર્ટી અને ડીએમકે એ આ માર્ચથી પોતાની જાતને અલગ રાખી હતી. વિપક્ષી ગઠબંધનના આક્રમક વલણને કારણે આગામી દિવસોમાં સંસદ અને સંસદ બહાર રાજકીય ગરમાવો વધુ તીવ્ર બનવાના સ્‍પષ્ટ એંધાણ મળી રહ્યા છે, કારણ કે વિપક્ષે સ્‍પષ્ટ કરી દીધું છે કે જ્‍યાં સુધી મતદાર યાદીની પારદર્શિતા સુનિヘતિ નહીં થાય ત્‍યાં સુધી આ લડાઈ અટકશે નહીં.

(2:57 PM IST)