તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Thursday, 26th November 2026
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ વધુ ઉગ્ર બન્યું: રશિયન હુમલાઓથી યુક્રેનના વીજળી અને ગેસ પુરવઠાનાં
માળખાંને નુકસાનઃ પાંચ વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો રશિયાના પ્રદેશમાં આવેલા સાવાસ્લેયકા લશ્કરી હવાઈ મથક ઉપર યુક્રેનનો મોટો હુમલોઃ પાંચ રશિયન લશ્કરી જેટ વિમાનો ફૂંકિ માર્યાઃ યુક્રેનિયન સેનાનો દાવો

કીવ, તા.૨૬: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બંને દેશોએ એકબીજાના મહત્ત્વપૂર્ણ લશ્કરી અને ઊર્જા માળખા સામે હુમલા તેજ કર્યા છે. યુક્રેનની સેનાએ રશિયાના નિઝની નોવગોરોડ પ્રદેશમાં આવેલા સાવાસ્લેયકા લશ્કરી હવાઈ મથક ઉપર હુમલો કરીને પાંચ લશ્કરી વિમાનોને ભારે નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો છે.
યુક્રેનના સૈન્ય મુખ્યાલયે જણાવ્યું હતું કે નુકસાનનું મૂલ્યાંકન હજુ ચાલુ છે. પાંચેય વિમાનો સંપૂર્ણપણે નાશ પામ્યાં છે કે કેમ તે અંગે કોઈ સ્વતંત્ર પુષ્ટિ મળી નથી. રશિયા તરફથી પણ આ દાવા અંગે તાત્કાલિક સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી.
બીજી તરફ યુક્રેને રશિયાના સમારા પ્રદેશમાં આવેલી બે તેલ શુદ્ધિકરણ રિફાઇનરીઓ ઉપર પણ હુમલા કર્યાનો દાવો કર્યો છે.
રશિયા દ્વારા યુક્રેનના ઊર્જા ક્ષેત્ર સામે કરવામાં આવેલા હુમલાઓમાં વીજળી તથા ગેસ પુરવઠાનાં માળખાંને નુકસાન પહોંચ્યું છે. યુક્રેનના પાંચ પ્રદેશોમાં વીજપુરવઠો ખોરવાયો હોવાનું ત્યાંના સત્તાવાળાઓએ જણાવ્યું છે. શિયાળાની શરૂઆત વચ્ચે ઊર્જા માળખાને નિશાન બનાવાતા સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
