News of Tuesday, 3rd November 2026
‘યુદ્ધ જીતી લીધું'...‘તેહરાન માંગી રહ્યું છે શાંતિની ભીખ'
ઈરાન સાથેના સંઘર્ષ પર ટ્રમ્પનો મોટો દાવો : હુમલા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુદ્ધ જીતી લીધાનો અને શાંતિની અપીલ થયાનો દાવો કર્યો

નવી દિલ્હી,તા.૩: પヘમિ એશિયાના અત્યંત સંવેદનશીલ રણક્ષેત્રમાં શાંતિની તમામ આશાઓ પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. લાંબા સમયની જહેમત બાદ બંને દેશો વચ્ચે થયેલો યુદ્ધવિરામ આખરે તૂટી ગયો છે અને સંપૂર્ણ સૈન્ય સંઘર્ષની સ્થિતિ નિર્માણ પામી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિડટર્મ ચૂંટણીઓ વચ્ચે વ્યૂહાત્મક કેશમ ટાપુ પર ભીષણ હવાઈ હુમલો કરાવ્યો છે. આ લશ્કરી કાર્યવાહી બાદ તેમણે જાહેરમાં એવો દાવો કર્યો છે કે અમેરિકાએ આ સંઘર્ષ જીતી લીધો છે અને સામા પક્ષેથી યુદ્ધ રોકવા માટે આજીજી કરવામાં આવી રહી છે. બીજી તરફ આ હુમલામાં ભારે તારાજી સર્જાઈ હોવાના અહેવાલોથી આંતરરાષ્ટ્રીય સ્તરે સનસનાટી મચી ગઈ છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે અગાઉ લાંબા વાટાઘાટોના અંતે સીઝફાયર પર સમજૂતી થઈ હતી. પરંતુ તાજેતરની લશ્કરી હિલચાલ બાદ આ સીઝફાયર સત્તાવાર રીતે ભંગ થઈ ગયું છે.
અમેરિકી વાયુસેનાએ અગાઉ કરેલા નાના અને મર્યાદિત હુમલાઓથી આગળ વધીને આ વખતે ખુલ્લેઆમ કેશમ ટાપુ પર મોટો હુમલો કર્યો છે. આ પ્રહારથી સંરક્ષણ થાણાઓ અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોને મોટો ફટકો પડ્યો છે.
'વોશિગ્ટન પોસ્ટ' ના વિશેષ અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકાએ આ લડાઈ જીતી લીધી છે અને તેહરાન હવે શાંતિની ભીખ માંગી રહ્યું છે.ટ્રમ્પે એવો ચોંકાવનારો દાવો પણ કર્યો હતો કે સામે પક્ષેથી અમારા ઉચ્ચ નેતાઓને હવે નિશાન ન બનાવવા માટે વિનંતી કરવામાં આવી છે. આ નિવેદને વૈશ્વિક કૂટનીતિ અને રક્ષા નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
