<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

વડોદરા ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુનું ઉષ્માભર્યું સ્વાગત : ત્રણ દિવસના પ્રવાસે ગુજરાત પધારેલા રાષ્ટ્રપતિ કેવડિયા જવા રવાના

એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મંત્રી પ્રફુલ પાનસેરિયા, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિતના મહાનુભાવોએ કર્યું ભાવભીનું અભિવાદન

વડોદરા:ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુનું વડોદરા એરપોર્ટ પર આગમન થતાં તેમનું ભાવભીનું અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ રાષ્ટ્રપતિ સર્કિટ હાઉસ અથવા નિર્ધારિત સ્થળેથી સીધા કેવડિયા જવા માટે રવાના થયા હતા.

વડોદરા એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિના સ્વાગત માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, મેજર જનરલ મોહિત ગાંધી અને કલેક્ટર ડો. અનિલ ધામેલીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

(7:19 PM IST)