News of Saturday, 12th September 2026
મિત્રોની જેમ મતભેદો ઉકેલીને ભારત સાથે સંબંધોને આગળ વધારીશું
જિનપિંગની ભારત મુલાકાત પૂવેૅ ચીનના વિદેશ મંત્રાલયે આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

નવી દિલ્હીઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ૧૮મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ભારત રવાના થયા છે ત્યારે દિલ્હી પહોંચતા પહેલાં ચીનના વિદેશ મંત્રાલય અને ભારતમાં ચીનના રાજદૂત ઝુ ફેઇહોંગ તરફથી એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. બેઇજિંગે સ્પષ્ટ કર્યું છે કે બંને દેશોએ તેમના મતભેદોને યોગ્ય રીતે સંચાલિત કરવા જોઈએ અને સારા પડોશીઓ તથા મિત્રો તરીકે આગળ વધવું જોઈએ. ચીન ભારત સાથેના સંબંધોને લાંબા ગાળાના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી આગળ વધારવા અને સંવાદ વધારવા પર ભાર મૂકી રહ્યું છે.
આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે હાઇપ્રપ્રોફાઇલ દ્વિપક્ષીય વાટાઘાટો યોજાવાની છે. અગાઉ ૨૦૧૯માં મહાબલીપુરમ ખાતે અનૌપચારિક મુલાકાત લીધા બાદ લગભગ સાત વર્ષના લાંબા ગાળા પછી શી જિનપિંગની આ પ્રથમ ભારત મુલાકાત છે. તાજેતરમાં કાઝાન અને તિયાનજિનમાં થયેલી બેઠકો પછી બંને નેતાઓ વચ્ચે સીધી મુલાકાતનું આ સતત ત્રીજું વર્ષ છે, જે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારાના સંકેત આપે છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે ચીન ભારત સાથે વાતચીત વધારવા અને વિવાદોનો ઉકેલ લાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદ (LAC)ના મુદ્દાઓ લાંબા સમયથી ચર્ચા અને તણાવનો વિષય રહ્યા છે, અને બંને પક્ષો તાજેતરમાં સંબંધોને સામાન્ય બનાવવા તથા શાંતિ જાળવવા માટે સક્રિય પ્રયાસો કરી રહ્યા છે.
બ્રિક્સ સમિટ ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાઈ રહી છે, જેમાં ભારત અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. આ વૈશ્વિક મંચ પર ઉભરતી અર્થવ્યવસ્થાઓ, વિકાસશીલ દેશોના પ્રશ્નો, સંવાદ અને સહયોગ તથા વૈશ્વિક સ્થિરતા જેવા મહત્વના મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરવામાં આવશે
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
