<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

પશ્ચિમ બંગાળમાં ૪થી મેના રોજ સવારે ૧૧ વાગ્યા સુધીમાં બંગાળની ધરતી પરથી વડાપ્રધાન, ગૃહમંત્રી કે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ જેવા તમામ 'બહારના' નેતાઓ ગાયબ થઈ જશે: ટીએમસી ૨૩૦ થી ૨૫૦ બેઠકો જીતીને પ્રચંડ બહુમતીથી સરકાર બનાવશે: તૃણમૂલ કોંગ્રેસ (એઆઈટીસી)ના જએનરલ સેક્રેટરી અને પ્રવક્તા તન્મય ઘોષનો દાવો

કોલકત્તા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (એઆઈટીસી) ના રાજ્ય મહાસચિવ અને પ્રવક્તા તન્મય ઘોષે વિપક્ષો પર આકરા પ્રહાર કર્યા છે. તેઓએ લલકાર કરતા જણાવ્યું છે કે ૪થી મેના રોજ સવારે ૧૧ વાગ્યા સુધીમાં બંગાળની ધરતી પરથી વડાપ્રધાન, ગૃહમંત્રી કે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ જેવા તમામ 'બહારના' નેતાઓ ગાયબ થઈ જશે. તન્મય ઘોષે દાવો કર્યો છે કે જનતાના આશીર્વાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી સાથે છે. ટીએમસી પ્રથમ દિવસથી જ સ્પષ્ટ છે કે તેઓ વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી ૨૩૦ થી ૨૫૦ બેઠકો પર ઐતિહાસિક જીત મેળવીને ફરી એકવાર પશ્ચિમ બંગાળમાં પોતાની સરકાર બનાવશે.*

(9:29 AM IST)