News of Thursday, 29th October 2026
વૈશ્વિક અર્થતંત્રમાં પશ્ચિમી દેશોનું વર્ચસ્વ ઘટ્યું : બ્રિક્સનો હિસ્સો ૪૦ ટકાથી વધુ, પુતિનનો દાવો
રશિયાના પ્રમુખ પુતિને જી-૭ દેશોની સરખામણીએ બ્રિક્સનું વધતું આર્થિક મહત્વ દર્શાવ્યું; વિકાસશીલ દેશો માટે નવી તકો ઊભી થવાનો વિશ્વાસ

મોસ્કો: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કે વિશ્વ અર્થતંત્રમાં બ્રિક્સ દેશોની ભૂમિકા સતત મજબૂત બની રહી છે.
મોસ્કોમાં ૨૮ ઓક્ટોબરે રશિયા-આફ્રિકા આર્થિક અને માનવતાવાદી મંચને સંબોધતાં તેમણે ખરીદશક્તિ સમતાના આધારે વૈશ્વિક અર્થતંત્રમાં બ્રિક્સનો હિસ્સો ૪૦ ટકાથી વધુ અને જી-૭ દેશોનો ૩૦ ટકાથી ઓછો હોવાનું જણાવ્યું હતું.
પુતિનના જણાવ્યા મુજબ આફ્રિકા સહિતના વિકાસશીલ દેશો સાથે વેપાર, રોકાણ અને આર્થિક સહકાર વધારવા રશિયા પ્રતિબદ્ધ છે. તેમણે વિશ્વમાં બહુકેન્દ્રીય આર્થિક વ્યવસ્થા મજબૂત બની રહી હોવાનું કહ્યું હતું.
જોકે બ્રિક્સ અને જી-૭ની સરખામણી કરતી વખતે કયા માપદંડનો ઉપયોગ થયો છે તે મહત્વપૂર્ણ છે
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
