News of Tuesday, 11th August 2026
ફલાવર સમારતી વખતે એમાંથી સાપોલિયું નીકળ્યું
મહિલાએ ચીસાચીસ કરી મૂકી હતી : વરસાદની સીઝનમાં શાકભાજી બરાબર સાફ કરીને ખાવાની સલાહ

ઔરંગાબાદ,તા.૧૧: વરસાદની સીઝનમાં શાકભાજી બરાબર સાફ કરીને ખાવાં જોઈએ એવું કેમ કહેવાય છે એનો તાજો કિસ્સો ઔરંગાબાદમાં બન્યો છે. કુંદન પાઠક નામના ભાઈ શનિવારે માર્કેટમાંથી ફલાવર ખરીદીને લાવ્યા હતા. રાતે ખીચડી બનાવવાની તૈયારી હતી અને એમાં થોડુંક ફલાવર નાખવા માટે જ્યારે તેમની પત્નીએ ફલાવર કાપ્યું તો એમાંથી સાપનું એક બચ્ચું બહાર નીકળતાં મહિલાએ ચીસાચીસ કરી મૂકી હતી. ફલાવરમાંથી ઇયળો નીકળે છે એ તો જાણતા હતા, પરંતુ સાપોલિયું નીકળે એ તો ડરામણું કહેવાય.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
