તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૩, શુક્રવાર
News of Saturday, 21st November 2026
કોકણની આફૂસ અને વલસાડની આફૂસમાંથી GI ટેગ મેળવવાનો જંગ કોણ જીતશે?
ચેન્નઈની જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રીએ સુનાવણી પૂરી કરી, પણ નિર્ણય રોકી રાખીને બન્ને પક્ષોને તડજોડ-બાંધછોડ કરીને સમજૂતીથી માર્ગ કાઢવાનું કહ્યું

ચેન્નઈ તા.૨૧: કોકણની આફૂસ જગપ્રસિદ્ધ છે એવી જ રીતે ગુજરાતની વલસાડ આફૂસના પણ લોકો દીવાના છે. ગુજરાત વલસાડ આફૂસને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ અપાવવા ૨૦૨૩માં ભારતીય કિસાન સંઘ, ગાંધીનગર અને નવસારી વિદ્યાપીઠે ચેન્નઈમાં આવેલી જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રીમાં અરજી કરવામાં આવી હતી. આમ ગુજરાત વલસાડ આફૂસે કોકણ આફૂસને પડકારી હતી. રત્નાગિરિ, સિધુદુર્ગ, રાયગડ, થાણે અને પાલઘર એમ કોકણના આ જિલ્લાઓને ૨૦૧૮માં આફૂસ માટે GI ટેગ મળ્યો હતો. ગુજરાતે આફૂસ નામ તેમને વલસાડ આફૂસ માટે મળે એ માટે અરજી કરી હતી. એ અરજી પર ચેન્નઈમાં અંતિમ સુનાવણી હતી જે હવે પૂરી થઈ છે. ચેન્નઈ રજિસ્ટ્રીએ કહ્યું છે કે સમાજના હિત માટે બન્ને પક્ષોએ (મહારાષ્ટ્ર અને ગુજરાત) તડજોડ, બાંધછોડ કરવી; બન્ને પક્ષોએ સમજૂતીથી માર્ગ કાઢવો. સુનાવણી પૂરી થઈ છે અને રજિસ્ટ્રીએ નિર્ણય રોકી રાખ્યો છે. કોકણ કૃષિ વિદ્યાપીઠ અને આફૂસ ઉત્પાદક સંસ્થાએ વલસાડના દાવાનો જોરદાર વિરોધ કર્યો હતો. કોકણ આફૂસનો GI ટેગ બચશે કે પછી ગુજરાત વલસાડને નવો GI ટેગ મળશે એના પર બધાની નજર લાગેલી છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
