<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

એક જ સવાલ પણ ChatGPT, Gemini અને Claudeના જવાબ કેમ અલગ? AI પાછળની ટેક્નોલોજી અને સીક્રેટ મેકેનિઝમ સમજો!

એઆઈ મોડલ્સનો મૂડ નહીં, પરંતુ તેમનું આર્કિટેક્ચર, ટ્રેનિંગ ડેટા, પેરામીટર્સ અને પ્રોગ્રામિંગ ફોર્મેટ છે જુદા જુદા જવાબ આપવા પાછળનું મુખ્ય કારણ.

નવી દિલ્હી : આજકાલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ સામાન્યથી લઈને જટિલ કાર્યો માટે ખૂબ જ વધી ગયો છે. કોઈપણ વિષય પર વિગતવાર માહિતી મેળવવા માટે લોકો ChatGPT, Google Gemini કે Anthropic Claude જેવા અદ્યતન એઆઈ મોડલ્સનો સહારો લે છે. જોકે, એક જ સવાલ ત્રણેય AI પ્લેટફોર્મ પર પૂછવામાં આવે ત્યારે ત્રણેયના જવાબની શૈલી, લંબાઈ અને રજૂઆત સાવ અલગ જોવા મળે છે. ઘણીવાર યુઝર્સને લાગે છે કે આ AI મોડલના "મૂડ" પર આધારિત હશે, પરંતુ તેની પાછળ કોઈ મૂડ નહીં પણ મોટું ટેકનિકલ કારણ કામ કરે છે.


અલગ-અલગ કંપનીઓ, અલગ ડેટા અને ટ્રેનિંગ પ્રોસેસ
ChatGPT (OpenAI), Gemini (Google) અને Claude (Anthropic) - આ ત્રણેય અલગ-અલગ કંપનીઓની પ્રોડક્ટ છે.


•    ડેટા સોર્સ અને પેરામીટર્સ: દરેક મોડલને ટ્રેન કરવા માટે વાપરવામાં આવેલો ડેટાબase, તેનું આર્કિટેક્ચર અને પેરામીટર્સ સંપૂર્ણપણે ભિન્ન હોય છે.

•    જવાબ આપવાની શૈલી: કોઈ મોડલને ટૂંકા અને પોઈન્ટ-ટુ-પોઈન્ટ જવાબ આપવા માટે ટ્યુન કરવામાં આવ્યું છે, તો કોઈ મોડલ વિગતવાર અને ઊંડાણપૂર્વક સમજૂતી આપવા માટે પ્રોગ્રામ થયેલું છે.

•    માણસ જેવી સર્ચિંગ પ્રોસેસ નથી: સામાન્ય રીતે લોકોને લાગે છે કે એઆઈ માણસની જેમ ગૂગલ કરીને જવાબ આપે છે, પરંતુ વાસ્તવમાં તે ઇનપુટ શબ્દોના આધારે અગાઉથી પ્રોગ્રામ કરેલી ટેકનિક અને પેટર્ન મુજબ વાક્યો ગોઠવે છે.

રિયલ-ટાઈમ અપડેટ્સ અને વેબ એક્સેસનો તફાવત
જ્યારે સવાલ કોઈ તાજેતરની ઘટના, નવો સ્માર્ટફોન, શેરબજાર કે વાયરલ મુદ્દાઓ અંગેનો હોય ત્યારે ત્રણેય AIની જાણકારી એકઠી કરવાની ક્ષમતા (Web Access) અલગ હોય છે. અમુક મોડલ્સ સીધા વેબપેજ પરથી તાજા ડેટા ફેચ કરે છે, જ્યારે અન્ય મોડલ્સ તેમના ઇન-બિલ્ટ ડેટા સેટ્સ પર આધાર રાખે છે. આ જ કારણસર દરેક પ્લેટફોર્મના આઉટપુટ ફોર્મેટ અને જવાબમાં મોટો તફાવત દેખાય છે.


ટેક્સ્ટ જ નહીં, ઈમેજ અને મલ્ટીમીડિયા પ્રોમ્પ્ટમાં પણ મોટો ફેરફાર
માત્ર લખાણ જ નહીં, પરંતુ જ્યારે ત્રણેય પ્લેટફોર્મ પર ઈમેજ, ગ્રાફિક્સ કે કોડિંગ જનરેટ કરવાનો પ્રોમ્પ્ટ આપવામાં આવે છે ત્યારે પણ પરિણામોમાં જમીન-આસમાનનો તફાવત જોવા મળે છે. AI નિષ્ણાતોના મતે, કોઈપણ એઆઈ મોડલ પર પૂરેપૂરો નિર્ભર રહેવાને બદલે જવાબનું ક્રોસ-ચેકિંગ કરવું ખૂબ જ જરૂરી છે. જો યુઝર્સ પ્રોમ્પ્ટ આપતી વખતે 'સોર્સ અને સચોટ સંદર્ભ' દર્શાવવાનો કમાન્ડ આપશે તો મોડલ તે ડેટા ક્યાંથી મેળવ્યો છે તેની માહિતી પણ પ્રદાન કરશે.

(6:08 PM IST)