News of Sunday, 30th August 2026
લંડનની લાખોની નોકરી છોડી આઈએએસ બનેલા દંપતીએ દેશસેવા કેમ છોડી?
આઈઆઈટી-આઈએઆઈએમ પાસઆઉટ ગગનદીપ સિંહ અને દિવ્યા મિત્તલની સરકારી નોકરી છોડીને ખાનગી ક્ષેત્ર અપનાવવાની અનોખી સફર ચર્ચામાં.

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ કેડરના ૨૦૧૩ બેચના આઈએએસ અધિકારી દિવ્યા મિત્તલ દ્વારા તાજેતરમાં સરકારી સેવામાંથી રાજીનામું આપવામાં આવતાં, તેમના પતિ અને પૂર્વ સિવિલ સર્વન્ટ ગગનદીપ સિંહ ઢિશ્ચોનો ૨૦૨૨નો રાજીનામાનો કિસ્સો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે, જેમાં આ તેજસ્વી દંપતીએ લંડનની મલ્ટીનેશનલ કંપનીઓની આરામદાયક અને લાખોની નોકરી છોડીને દેશસેવાના ઉદ્દેશ્યથી ભારતમાં સિવિલ સર્વિસીસ અપનાવી હતી અને અંતે વિવિધ કારણોસર ખાનગી ક્ષેત્રમાં પુનઃપ્રવેશ કર્યો છે.
પંજાબના બઠિંડા જિલ્લાના ગિદ્દરબાહાના વતની ગગનદીપ સિંહે ૧૯૯૮થી ૨૦૦૨ દરમિયાન આઈઆઈટી દિલ્હીમાંથી કેમિકલ એન્જિનિયરિંગ અને ત્યારબાદ ૨૦૦૩થી ૨૦૦૫માં આઈઆઈએમ બેંગલોરથી મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ લંડનમાં સિટી ગ્રુપ અને જેપી મોર્ગન જેવી વૈશ્વિક ફાયનાન્સ કંપનીઓમાં મસમોટા પગારની નોકરીઓ કરી રહ્યા હતા, જ્યાંથી પ્રેરણા લઈને બંને સ્વદેશ પરત ફર્યા હતા અને કોઈપણ કોચિંગ વગર દિલ્હીમાં સિવિલ સર્વિસીસની કઠિન તૈયારીઓ શરૂ કરી હતી.
ગગનદીપ સિંહે વર્ષ ૨૦૧૦માં પોતાના પ્રથમ પ્રયાસમાં જ ઈન્ડિયન ટ્રેડ સર્વિસ (સૌયુક્ત મહાનિદેશક પદ) મેળવી હતી અને તેમનાથી પ્રેરિત થઈને દિવ્યા મિત્તલે પણ ૨૦૧૨માં ૬૮મો રેન્ક મેળવીને આઈએએસ પદ હાસ્યલ કર્યું હતું, જ્યાં દિવ્યાએ મિર્ઝાપુર, સંત કબીર નગર અને દેવરિયા જેવા જિલ્લાઓમાં કલેક્ટર તરીકે નોંધપાત્ર સેવાઓ આપી હતી, પરંતુ સમય જતાં વહીવટી મર્યાદાઓ અને વ્યક્તિગત કરિયરના નિર્ણયોને કારણે ગગનદીપ સિંહે ૨૦૨૨માં અને તાજેતરમાં દિવ્યાએ પણ પદ છોડી દીધું હતું.
હાલમાં ગગનદીપ સિંહ 'ન્યુરાકેપ' ફાઇનાન્શિયલ ફર્મમાં 'એલ્ગોરિધમિક ટ્રેડર' તરીકે સફળ કારકિર્દી બનાવી રહ્યા છે, જ્યારે દિવ્યા મિત્તલના તાજેતરના રાજીનામા બાદ આઈઆઈટી-આઈએઆઈએમ પૃષ્ઠભૂમિ ધરાવતા આ અનોખા દંપતીની સફરે સમગ્ર દેશના યુવાનો અને બુદ્ધિજીવીઓમાં વહીવટી સેવાની વાસ્તવિકતાઓ અને ખાનગી ક્ષેત્રના આકર્ષણ વિશે ગહન ચર્ચા છેડી દીધી છે.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
