તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
રાહુલ ગાંધી ૫૬ વર્ષે પણ પોતાને યુવાનેતા કેમ માને છે?
શિકાગોમાં સમજાવી યુવાનીની વ્યાખ્યા

નવી દિલ્હી,તા.૨૦: સામાન્ય રીતે યુવાન હોવાનો સંબંધ ઉંમર સાથે જોડવામાં આવે છે, પરંતુ શું માત્ર ઉંમર જ નક્કી કરે છે કે વ્યક્તિ યુવાન છે કે નહીં? કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું માનવું કંઈક અલગ છે. ૫૬ વર્ષની ઉંમરે પણ તેઓ પોતાને યુવા નેતા માને છે. અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે તેઓ પોતાને યુવા નેતા કેવી રીતે માને છે?
રાહુલ ગાંધીએ શિકાગો યુનિવર્સિટીમાં વાતચીત દરમિયાન જણાવ્યું કે યુવાન હોવાનો માપદંડ ઉંમર નથી. તેમના મતે વ્યક્તિની અંદર કંઈક નવું જાણવાની ઇચ્છા અને સવાલ પૂછવાની હિમત હોવી જોઈએ. સવાલ ભલે ગમે તેટલા વિચિત્ર કે અજીબ લાગે, પરંતુ વ્યક્તિએ પોતાની જિજ્ઞાસા ક્યારેય છોડવી જોઈએ નહીં, સતત સવાલો પૂછવાની ટેવ જ વ્યક્તિને અંદરથી યુવાન રાખે છે.રાહુલ ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ પોતાને યુવા નેતા તરીકે કેવી રીતે જુએ છે, ત્યારે તેમણે કહ્યું કે દરેક વ્યક્તિનો પોતાનો લ્લષ્ટિકોણ હોય છે.
કોઈ તેમને યુવાનોના નેતા કહેશે તો કોઈ વડીલોના નેતા કહેશે, દરેકનો અભિપ્રાય સ્વતંત્રતા છે. જોકે, તેમના મતે યુવાન હોવાનો સાચો અર્થ હંમેશાં જિજ્ઞાસુ રહેવું અને નવા વિષયો વિશે જાણવાની ઇચ્છા રાખવી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે બાળપણથી જ તેમને જિજ્ઞાસુ રહેવા અને અલગ-અલગ વિષયો વિશે સવાલ પૂછવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વ્યક્તિએ પોતાની જિજ્ઞાસા પર કોઈ મર્યાદા રાખવી જોઈએ નહીં.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે મોટા થયા પછી લોકોને સફળતાના પરંપરાગત માપદંડો પાછળ દોડવાનું શીખવવામાં આવે છે. જેમ કે પૈસા કેવી રીતે કમાવવા, મોટું ઘર કેવી રીતે ખરીદવું અને પોતાના કામમાં સફળતા કેવી રીતે મેળવવી. આ બધા સવાલો પૂછવાની છૂટ હોય છે, પરંતુ સમાજ કેટલાક અન્ય મહત્ત્વના સવાલો પૂછવા પર મર્યાદા મૂકે છે.વ્યક્તિએ દરેક વિષય પર ખુલ્લા મનથી વિચારવું અને સવાલો પૂછતા રહેવું જોઈએ.
પોતાની વાત સમજાવવા માટે રાહુલ ગાંધીએ તેમના ગણિતના પૂર્વ શિક્ષકનું ઉદાહરણ પણ આપ્યું હતું, તેમણે જણાવ્યું કે તાજેતરમાં તેઓ પોતાના જૂના શિક્ષકને મળ્યા હતા. આ દરમિયાન તેમને જાણવા મળ્યું કે તેમના શિક્ષક ૬૦ વર્ષની ઉંમરે પણ માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યા છે. આ ઉદાહરણ આપતાં રાહુલ ગાંધીએ સમજાવ્યું કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી. વ્યક્તિએ જીવનભર કંઈક નવું જાણવાની અને શીખવાની ઇચ્છા રાખવી જોઈએ. સવાલો ભલે બીજાને અજીબ લાગે કે અસહજ કરે, પરંતુ પોતાની જિજ્ઞાસાને ક્યારેય દબાવવી જોઈએ નહીં.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
