News of Monday, 13th July 2026
છોકરીઓએ આખરે પરણવું કેમ નથી? કોણ રોકી રહ્યું છે?
સમાજમાં પરિવારની વ્યાખ્યા ઝડપથી બદલાઈ રહી છેઃ એક સમય હતો જ્યારે મહિલાઓના જીવનનું અંતિમ લક્ષ્ય લગ્ન અને બાળકો હતું: અભ્યાસમાં સામે આવ્યા તારણો :સ્ત્રીઓ લગ્ન અને બાળકોના ઝંઝટથી દૂર મુક્ત આકાશમાં જીવવાનું પસંદ કરી રહી છે, આ આધુનિક લાઈફસ્ટાઈલ પાછળના કારણો જાણીને દંગ રહી જશો

નવી દિલ્હી તા.૧૩: બદલાતા સમયની સાથે વૈશ્વિક સ્તરે સમાજ, સંસ્કૃતિ અને લોકોની વિચારસરણીમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વિકસિત દેશોમાં પારિવારિક માળખું ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. એક જમાનો હતો જ્યારે યુવતીઓ માટે લગ્ન અને બાળકો જ જીવનનું અંતિમ લક્ષ્ય માનવામાં આવતું હતું, પરંતુ આજના આધુનિક યુગમાં આ વલણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. એક નવા અભ્યાસ અનુસાર, ઘણા વિકસિત દેશોમાં સિગલ મહિલાઓ (લગ્ન વિનાની અને બાળકો વિનાની)ની સંખ્યા સતત વધી રહી છે. મહિલાઓ હવે લગ્ન અને માતા બનવાને પોતાના જીવનનો અનિવાર્ય હિસ્સો નથી માની રહી. તેઓ વ્યક્તિગત વિકાસ, કરિયર, પ્રવાસ અને સ્વતંત્રતાને વધુ મહત્વ આપી રહી છે.
Pew Research Center, U.S. Census Bureau અને Morgan Stanleyના રિપોર્ટ્સ મુજબ, આજની સિગલ મહિલાઓ પોતાની આર્થિક આઝાદી અને કરિયરને સર્વોચ્ચ અગ્રિમતા આપી રહી છે. શિક્ષણ અને રોજગારના ક્ષેત્રમાં મોખરે રહ્યા બાદ, તેઓ કોઈ પુરુષ કે પરિવાર પર નિર્ભર રહેવા માંગતી નથી. ઘણી મહિલાઓનું માનવું છે કે, લગ્ન અને બાળકોની જવાબદારીઓ સંભાળવામાં તેમનું કરિયર પાછળ છૂટી જાય છે અથવા તો તેમણે પોતાની આકાંક્ષાઓ સાથે સમાધાન કરવું પડે છે. પોતાની ઓળખ જાતે જ ઊભી કરવાનો આ આત્મવિશ્વાસ જ તેમને આજીવન સિગલ રહેવાની પ્રેરણા આપી રહ્યો છે.
આ બદલાવનું મુખ્ય કારણ શિક્ષણ અને કરિયર છે. ઉચ્ચ શિક્ષણ મેળવનારી મહિલાઓ કરિયરને પ્રાથમિકતા આપી રહી છે. સારી નોકરી અને આર્થિક સ્થિરતા તેમને લગ્નની ઉતાવળથી બચાવે છે. પહેલાની સરખામણીમાં આજે મહિલાઓ આર્થિક રીતે વધુ મજબૂત છે. તેઓ પોતાનું ઘર, કાર અને જીવનનિર્વાહ સરળતાથી ચલાવી શકે છે. લગ્નને હવે જરૂરિયાતને બદલે એક વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. ઘણી મહિલાઓ કહે છે કે, તેઓ એકલા રહીને વધુ ખુશ અને સંતુષ્ટ છે. આ સિવાય સરેરાશ આયુષ્ય વધવાને કારણે મહિલાઓ જીવનના અલગ-અલગ તબક્કામાં અલગ-અલગ પ્રાથમિકતાઓ રાખી રહી છે. ઘણી મહિલાઓનું કહેવું છે કે, યોગ્ય પાર્ટનર ન મળવા અથવા રિલેશનશિપમાં તણાવના કારણે તેઓ સિગલ રહેવાનું પસંદ કરે છે.
અમેરિકા અને યુરોપમાં સિગલ મહિલાઓની સંખ્યા ઘણી વધી ગઈ છે. ઘણા શહેરોમાં ૩૦-૪૦ વર્ષની ઉંમરની મહિલાઓ લગ્ન ન કરવાનો કે બાળકો ન રાખવાનો નિર્ણય લઈ રહી છે. આ સિવાય જાપાન અને દક્ષિણ કોરિયામાં પણ આવી જ સ્થિતિ છે. અહીં ૅસિગલ સોસાયટીૅની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, સાથે જ ત્યાં જન્મ દર પણ ખૂબ ઓછો થઈ ગયો છે. વાત કરીએ ભારતની તો, શહેરોમાં શિક્ષિત અને નોકરિયાત મહિલાઓમાં પણ મોડેથી લગ્ન અથવા નો-કિડ્સ પોલિસી (બાળકો ન રાખવા)નો ટ્રેન્ડ વધી રહ્યો છે, જોકે ગ્રામીણ વિસ્તારોમાં હજી પણ પરંપરાગત વિચારસરણી પ્રભાવી છે. આ બદલાવ પરિવારની સંરચના, હાઉસિગ, અર્થતંત્ર અને સામાજિક નીતિઓને પ્રભાવિત કરી રહ્યો છે. હાઉસિગની માંગ બદલાઈ રહી છે; હવે નાના એપાર્ટમેન્ટ્સ અને સિગલ લિવિગ સ્પેસની માંગ વધી રહી છે. જન્મ દર ઓછો થવાને કારણે વૃદ્ધોની વસ્તી વધી શકે છે, જેનાથી પેન્શન અને આરોગ્ય સેવાઓ પર બોજ વધી શકે છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
